• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Cyber Thugs Withdrew 12.16 Lakh Pension Deposits From Two Bank Accounts Of A Retired Bank Manager Who Died Of Corona In Vadodara From An ATM Card.

સાઇબર ક્રાઇમ:વડોદરામાં કોરોનામાં મૃત્યુ પામેલા નિવૃત્ત બેંક મેનેજરના બે બેંક એકાઉન્ટમાંથી સાઇબર ઠગે પેન્શનના જમા થયેલા 12.16 લાખ ATM કાર્ડથી ઉપાડી લીધા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બેંકમાંથી નિવૃત્ત થયા બાદ મેનેજર અમેરિકા પુત્રને ત્યાં રહેતા હતા
  • કોરોના પહેલા મેનેજર વડોદરા આવ્યા અને કોરોના ભરખી ગયો
  • NRI પુત્ર એફડી ટ્રાન્સફર આવતા વિગતો સપાટી પર આવી

કોરોનાકાળમાં મોતને ભેટેલા બેંક મેનેજરના ATM કાર્ડની ચોરી કરી બે બેંક ખાતામાંથી ATM દ્વારા રૂપિયા 12.16 લાખ ઉપરાંતની રકમ અજાણ્યા ભેજાબાજે ઉપાડી લીધી હોવાની ફરિયાદ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઇ છે. નોંધનીય છે કે, બેંક મેનેજર નિવૃત્ત થયા બાદ પુત્ર સાથે અમેરિકામાં રહેતા હતા અને કોરોનાની શરૂઆત પહેલા જ તેઓ વડોદરા આવ્યા હતા અને કોરોના તેઓને ભરખી ગયો હતો.

10 અલગ-અલગ રકમની ડિપોઝીટ
મૂળ વડોદરાના સુભાનપુરા ચંદ્રલોક ફ્લેટના રહેવાસી અને હાલમાં અમેરિકા ખાતે રહેતા કબીર જયકિશન મીરપુરીના સ્વર્ગસ્થ પિતા શહેરના એમ.જી. રોડ ખાતેની યુકો બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તે સમયે તેમણે યુકો બેંકમાં અલગ-અલગ રકમની 10 ફિક્સ ડિપોઝિટ મૂકી હતી. જેથી તેઓએ બેંક મેનેજરને મળી તેમના સ્વર્ગસ્થ પિતાના અલગ અલગ 10 ખાતામાં રહેલી ફિક્સ ડિપોઝિટ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

એકાઉન્ટમાં માત્ર રૂપિયા 89 રહ્યા
જોકે, આ દરમિયાન અઠવાડિયા માટે જ ભારત આવ્યા હોવાથી પરત અમેરિકા જતા રહ્યા હતા. ત્યારબાદ પરત ફરી આ અંગેનો વધુ પ્રોસેસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, તેમના પિતાના નામે અન્ય એક ખાતામાં દર મહિને પેન્શનના નાણાં બેંકના સેવિંગ એકાઉન્ટમાં જમા થતા હતા. તપાસ કરતા બેંકમાં માત્ર 89 રૂપિયા જ જમા જોતા ચોંકી ઉઠ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે, ડિપોઝિટ થતી રકમ ATM મારફતે ઉપાડી લેવામાં આવી છે.

પેન્શનના ખાતામાં નોમીનીનું નામ નથી
જે ખાતામાં મૃતકના બંને દીકરાઓના નામ નોમીની તરીકે નથી અને તે ખાતામાં માત્ર 89 રૂપિયા છે. ત્યારબાદ ઇલોરા પાર્ક ખાતેની આઈસીઆઈસીઆઈ શાખાના બેંક ખાતામાંથી પણ ATM મારફતે નાણાં ઉપાડ્યા હોવાની વિગતો સપાટી પર આવી હતી. આમ, અજાણ્યા ભેજાબાજોએ ફરિયાદીના સ્વર્ગસ્થ પિતાના બે બેંક શાખાના એટીએમ કાર્ડ ચોરી તેનો પાસવર્ડ જાણી છેલ્લા બે વર્ષ દરમિયાન રૂપિયા 12,16,450ની રકમ ફરિયાદીની જાણ બહાર ઉપાડી લીધી હતી.

કોરોનાકાળ પૂરો થયા બાદ વિધી કરી
અત્રે નોંધનીય છે કે, કોરોનાકાળ દરમિયાન ફરિયાદીના પિતાનું મૃત્યું થતાં લોકડાઉન હોવાના કારણે ફ્લાઈટ્સ બંધ રહેતા તેઓ વિધિ કરવા માટે પણ વડોદરા આવી શક્યા ન હતા. જ્યારે કોરોનાકાળ પૂર્ણ થતાં અને ફ્લાઇટો ચાલુ થયા બાદ કબિર મીરપુરી વડોદરા આવ્યા હતા અને પિતાની વિધી સંપન્ન કરી હતી. તે સાથે પિતાજીના બેંકમાં જમા રકમ માટે કાર્યવાહી થતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...