વસૂલાત:પાણીગેટમાં ગેસ બિલ ન ભરનારાં 29 જોડાણો કટ

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનીગઢી, છીપવાડ સહિતના વિસ્તારમાં ઝુંબેશ

વડોદરા ગેસ કંપની દ્વારા સંવેદનશીલ એવા પાણીગેટમાં ગેસ બિલની વસૂલાત અને ગેરકાયદે કનેક્શન ઝડપી પાડવા ફરી પોલીસની મદદથી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 29 કનેક્શન બંધ કરાયાં હતાં. 5 વર્ષમાં વડોદરા ગેસ કંપનીના પાણીગેટ ઝોનના 4 કરોડ ભરપાઈ ન થતાં આજે ફરી કનેક્શન કાપવાનું શરૂ કર્યું હતું.

ગુરુવારે પાણીગેટમાં જૂનીગઢી, છીપવાડ, અસરફનો ખાંચો, નાની-મોટી છીપવાડ, પંચોલી વાડ, ભેંસવાડ સહિતના વિસ્તારમાં 4 ટીમે 29 કનેક્શન કાપ્યાં હતાં. કેટલાક મકાનમાં મીટર વિના બાયપાસ કરી વધારાનું કનેક્શન મેળવ્યું હોવાનું જણાતાં 7 કનેક્શન પર મીટર લગાવવાની કામગીરી હાથ ધરી હતી. 5.50 લાખ વસૂલ્યા હતા. 2 મીટર બદલ્યા અને 2 બિન અધિકૃત વપરાશ કરનાર કનેક્શન બંધ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...