કર્ફ્યૂ:રાતપાળીમાં નોકરી કરતા કર્મીને કર્ફ્યૂ પાસ અપાશે

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજથી રાત્રે 10 વાગ્યાથી અમલ શરૂ
  • જાણી જોઇને કર્ફ્યૂ ભંગ કરનાર સામે ગુનો નોંધાશે

શહેરમા શનિવારે 10 વાગ્યાથી કર્ફ્યૂનો અમલ શરૂ કરવામાં આવશે અને તે અંગેની જાણકારી તમામ લોકોને મળી શકે તે માટે પોલીસ દ્વારા શનિવાર સવારથી જ અલગ અલગ વિસ્તારોમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવશે. શહેર પોલીસ કમિશનર સમશેરસિંગે જણાવ્યું હતું કે, જે સેવાઓને કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવી છે તે સેવાઓ જ શરૂ રહી શકશે. પોલીસ સવારથી લોકોમાં કર્ફ્યૂ અંગેની જાણકારી આપશે અને રાત્રે કર્ફ્યૂનો અમલ કરાવશે.

રાત્રે ટ્રેન તેમજ બસ દ્વારા જે પેસેન્જરો બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર આવશે તેમને કોઇ તકલીફ ન પડે તે માટે પાલિકા સાથે ચર્ચા કરાઇ છે. આ ઉપરાંત જે લોકો રાતની શિફ્ટમાં નોકરી કરે છે તેમને પાસ આપવામાં આવશે. કર્ફ્યૂનો આજે પહેલો દિવસ હોવાના કારણે લોકોમાં વધુમાં વધુ તેની માહિતી પહોંચે તેવા પ્રયાસો કરાશે. જે લોકો જાણી જોઇને કર્ફ્યૂનો ભંગ કરશે તેમની સામે ગુનો દાખલ કરાશે.

અન્ય સમાચારો પણ છે...