માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો:વડોદરાના પાદરામાં અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી જતા બાળકીનું મોત, લોકોના ટોળા એકત્ર થયા

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
હેતાંશી રવિકુમાર સોલંકી (ફાઇલ તસવીર) - Divya Bhaskar
હેતાંશી રવિકુમાર સોલંકી (ફાઇલ તસવીર)
  • પાણીમાં પડતાની જાણ થતાં જ ઘર પરિવારના સભ્યએ હેતાંશીને બહાર કાઢી

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વડોદરા જિલ્લાના પાદરામાં એક ત્રણ વર્ષની બાળકી પાણીની અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં ડૂબી જતા મોત થયું હતું. આ બનાવ અંગે પાદરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

લોકોનાં ટોળા એકઠા થઈ ગયા
પાદરાના ગાયત્રી મંદિર પાસે આવેલી કરિશ્મા સોસાયટીમાં ત્રણ વર્ષની હેતાંશી રવિકુમાર સોલંકી નામની બાળકી રમતા રમતા ઘરની અંદરના ભાગમાં આવેલી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી હતી. પાણીની ટાંકીમાં ડૂબી જવાથી માસૂમનું મોત નીપજ્યું હતુ. ઘટનાને પગલે હેતાંશીના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ. હેતાંશીને પાણીમાં પડતાની જાણ થતાં જ ઘર પરિવારના સભ્યએ હેતાંશીને બહાર કાઢી હતી. પરંતુ, ત્યાં સુધીમાં માસૂમ હેતાંશીનું મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે આજુબાજુના વિસ્તારમાંથી લોકોનાં ટોળા એકઠા થયા હતા.

પરિવારો સામે લાલબત્તી સમાન કિસ્સો છે
ઉલ્લેખનીય છે કે, ઘરમાં નાના બાળકો રમતા હોય તેવા સમયમાં અન્ડર ગ્રાઉન્ડ ટાંકીનું ઢાંકણું ખુલ્લુ રાખતા પરિવારો સામે લાલબત્તી સમાન કિસ્સો છે. ઘરમાં અન્ડરગ્રાઉન્ડ ટાંકીનું ઢાંકણું ખુલ્લુ રાખવુ એ બાળક વાળા પરિવાર માટે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે. આ પહેલા પણ અનેક આ પ્રકારના કિસ્સા સામે આવી ચૂક્યા છે. પાદરામા ચકચાર જગાવનાર આ બનાવ અંગે પાદરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...