તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામાનો ભંગ:સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં વડોદરામાં ટોળા ઉમટી પડતા હોબાળો, આયોજકની અટકાયત, સ્થાનિકોને નોકરી આપવા સાંસદની માગ

વડોદરાએક મહિનો પહેલા
વડોદરામાં યોજાયેલા ઇન્ટરવ્યૂમાં નોકરી વાંચ્છુકોના ટોળા ઉમટી પડતા હોબાળો થયો હતો
  • ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ રાજીવ ગુપ્તાને લેખીતમાં રજૂઆત કરી, કહ્યું સ્થાનિકોની પહેલી પસંદગી કરો

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા કુણાલ ચાર રસ્તા પાસે સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે ટુરિસ્ટ ગાઈડ, સુપરવાઈઝર અને ટુરિઝમ અસિસ્ટન્ટની નોકરીના ઇન્ટરવ્યૂમાં હોબાળો મચી ગયો હતો. CIFL HR કંપની દ્વારા ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નોકરી વાંચ્છુકોના ટોળેટોળા ભેગા થઇ જતાં પોલીસ બોલાવવી પડી હતી અને લક્ષ્મીપુરા પોલીસે આયોજક રીતિષ સુરેશ રાવની જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી હતી.જેથી કંપનીને ઇન્ટરવ્યૂ રદ્દ કરવાની ફરજ પડી હતી. બીજી તરફ ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તાને પત્ર લખીને આ ભરતી પર રોક લગાવવા રજૂઆત કરી છે.

સ્થાનિકોએ જાણ કરતા પોલીસ દોડી ગઈ
વડોદરા શહેરમાં હાલ કોરોના વિસ્ફોટ થઇ રહ્યો છે. રોજેરોજ 200થી 250 જેટલા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે, ત્યારે વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા કુણાલ ચાર રસ્તા પાસે CIFL HR કંપની દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં નોકરી માટે ઇન્ટરવ્યૂનું આયોજન કરાયું હતું. જોકે, આયોજકે પોલીસની પરવાનગી વિના ઇન્ટરવ્યૂનું આયોજન કર્યું હતું જેમાં નોકરી વાંચ્છુકોના ટોળેટોળા ભેગા થઇ જતાં સ્થાનિકોએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા લક્ષ્મીપુરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને આયોજક રીતિષ સુરેશ રાવની અટકાયત કરી હતી.

લક્ષ્મીપુરા પોલીસે આયોજક રીતિષ સુરેશ રાવની જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી હતી
લક્ષ્મીપુરા પોલીસે આયોજક રીતિષ સુરેશ રાવની જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી હતી

ભરતી હોળીના દિવસે અને વડોદરા રાખતા સાંસદ રોષે ભરાયા
સરદાર સરોવર નર્મદા નિગમના નેજા હેઠળ CIEL HR કંપની વડોદરાને કોન્ટ્રાકટ આપીને ટુરિસ્ટ ગાઈડ (અંગ્રેજી, ગુજરાતી, હિન્દી), સુપરવાઈઝર, ટુરિઝમ અસિસ્ટન્ટની ભરતી માટે મૌખિક ઇન્ટરવ્યૂ હોળીના દિવસે રાખવામાં આવ્યા હતા. તે પણ વડોદરા ખાતે રાખવામાં આવ્યા હોવાથી ભરૂચના ભાજપના સાંસદે નારાજગી દર્શાવી હતી અને જણાવ્યું હતું કે, અમારે સ્થાનિક શિક્ષિત બેરોજગારોને રોજગારી આપવાની હોવાથી આજે જે ભરતી કરવામાં આવી છે, જે બહારના યુવક યુવતીઓને લેવાની જેમાં ગેરરીતિ મોટા પાયે કરવામાં આવી હોવાની ફરિયાદ મારી સામે આવી છે, જેનાથી હું નારાજગી વ્યક્ત કરું છું. અને આ મામલે મે નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તાને પત્ર લખીને આ ભરતી પર રોક લગાવવા રજૂઆત કરી છે.

સ્થાનિકોએ જાણ કરતા લક્ષ્મીપુરા પોલીસ દોડી ગઈ હતી
સ્થાનિકોએ જાણ કરતા લક્ષ્મીપુરા પોલીસ દોડી ગઈ હતી

રાજીવ ગુપ્તાને લેખીતમાં રજૂઆત કરી, કહ્યું સ્થાનિકોની પહેલી પસંદગી કરો
આ બાબતે સંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, એક તો કેવડિયાના વિવિધ પ્રોજેક્ટમાં જે કર્મચારીઓ કામ કરવાના તેમના ઇન્ટરવ્યૂ વડોદરા રાખવામાં આવ્યા, આવા કોરોના કાળમાં કેવડિયા સારું કે વડોદરા સારું બીજું ઇન્ટરવ્યૂનો દિવસ હોળી રાખ્યો એટલે અહીંના સ્થાનિક આદિવાસીઓ ભાગ ના લઇ શકે, જેથી આ ભરતી પ્રકિયા ખોટી છે. ફરીથી કેવડિયામાં ઇન્ટરવ્યૂ રાખો, પહેલા સ્થાનિકોને ભરતીની પ્રથમ પસંદગી કરવાની પછી નર્મદા, ભરૂચ અને વડોદરા ગ્રામ્ય કક્ષાએ પસંદગી થઇ શકે. અંગ્રેજી ગાઈડ તડવી અને વસાવા સમાજમાંથી પણ મળી જશે, પણ સ્થાનિકોને પહેલા પસંદગી આપો એવી મેં રજૂઆત કરી છે.

ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તાને પત્ર લખ્યો
ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તાને પત્ર લખ્યો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો