તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:શુક્રવારે રાત્રે કાળી ચૌદશ નિમિત્તે મારુતિ મંદિરોમાં ભક્તોની ભીડ

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

13 નવેમ્બરે શુક્રવારની સાંજે 6 વાગ્યાથી કાળી ચૌદશની શરૂઆત થયી હતી. કાળી ચૌદસની રાત્રે હનુમાનજી અને ભૈરવદાદાની ઉપાસના કરાતી હોય છે. શુક્રવારે રાત્રે જ કાળી ચૌદશ હોવાથી ભક્તો હરણી, સુરસાગર, કાલાઘોડા સહિતના મારુતિ મંદિરમાં દર્શન કરવા ઊમટી પડ્યા હતા. જોકે બીજી તરફ શનિવારે અમાસ અને કાળી ચૌદશનો દુર્લભ યોગ સર્જાયો છે. શાસ્ત્રી નયન જોશીના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે 6 વાગ્યાથી કાળી ચૌદશ શરૂ થઈ 14 નવેમ્બરે બપોરે 2:18 કલાક સુધી રહેશે. ત્યાર બાદ અમાસ સાથે દિવાળીનો પ્રારંભ થાય છે. કાળી ચૌદશની રાત્રીની પૂજા, ભૈરવ પૂજા, હનુમાનજીની ઉપાસના માટે શુક્રવારે રાત્રીના પૂજન લોકોએ કર્યું હતું. દિવાળીનું શારદા પૂજન 14 નવેમ્બરે બપોરે 2:18 કલાક પછી કરાશે. આ વર્ષે વિક્રમ સંવત 2077નું નામ પરિધાવી સંવત્સર રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો