તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની બહાદરપુર આઉટ પોસ્ટ પાસેથી નીકળેલા લગ્નના વરઘોડાનો વીડીયો વાઇરલ થયો છે. જેમાં વરઘોડામાં નાચતા લોકોએ સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા હતા.
વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડતા જોવા મળ્યા
રાજ્યમાં દિવસે ને દિવસે કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે અને સંખેડા તાલુકામાં શનિવારે 12 કોરોનાનાં કેસ આવ્યા હતા. તેવા સમયે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદરપુરમાં લગ્નના વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડતા જોવા મળ્યા હતા. કોરોનાથી બચવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પર ભાર મૂકાઈ રહ્યો છે, ત્યારે બહાદરપુર ગામમાં રાત્રે આઉટપોસ્ટ પાસે જ વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો નાચતા હોય એવો વીડીયો વાઇરલ થયો છે.
સંખેડામાં સંક્રમણ વધતા પોલીસે કાર્યવાહી શરૂ કરી
બીજી તરફ સંખેડા તાલુકામાં શનિવારે કોરોનાના 12 પોઝિટિવ કેસ નીકળતા પોલીસ એલર્ટ બની ગઇ છે અને માસ્ક ન પહેરનારા અને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાનારાઓ વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે બેજવાબદાર લોકો સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડાડીને બહાર નીકળી રહ્યા છે.
ટ્રેક્ટરની ટ્રોલીમાં 40 લોકો બેસતા કાર્યવાહી
સંખેડામાં ટ્રેક્ટરની ટ્રોલીમાં 40 જેટલા લોકો એકસાથે બેસીને જતા હતા. જેની વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી. આ સિવાય પણ નાના વાહનોમાં ઘેટા-બકરાની જેમ મુસાફરો બેસાડીને જતા વાહનચાલકો વિરુદ્ધ સંખેડા પોલીસે કડકાઇથી કાર્યવાહી કરીહ હતી.
(અહેવાલઃ સંજય ભાટીયા, સંખેડા)
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.