તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભીડ ભેગી કરનાર ખંડેરાવ માર્કેટની 10 દુકાનો સીલ કરી નોટિસ ફટકારાઇ

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુકાન બહાર રોડ પર સામાન મૂકી દબાણ પણ કરાતું હતું
  • 8 વેપારીઓ પાસેથી 4 હજારનો દંડ વસૂલી દુકાન ખોલવા છૂટ અપાઇ

કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે સોશિયલ ડિસ્ટનસિંગના નિયમનો ભંગ કરવા બદલ ખંડેરાવ માર્કેટ ની જ 10 દુકાનોને સીલ કરવામાં આવી હતી. અા વેપારીઅો દ્વારા રોડ પર સામાન મૂકી દબાણ પણ કરાતું હતું. શહેરમાં કોરોના સંક્રમણ વધતું અટકાવવા માટે બજારમાં લોકોની ભીડ ભેગી ન થાય અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તેમજ સલામત અંતર જળવાઈ રહે તે માટે પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમ જેટ દ્વારા વેપારીઓ અને ધંધાર્થીઓને સતત સૂચના આપવામાં આવે છે.

જોકે,આમ છતાં ઘણા ઠેકાણે તેનું પાલન કરવામાં આવતું નથી. જેમાં ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી દસ જેટલી દુકાનોને મંગળવારે જ સીલ મારી દેવામાં આવી હતી. આ દુકાનોના વેપારીઓ દ્વારા પોતાનો માલ સામાન દુકાનની બહાર રાખીને દબાણ કરવામાં આવતું હતું. જેના કારણે માર્કેટમાં આવતા-જતા લોકોને તકલીફ પડતી હતી અને તેના કારણે ભીડ જામતી હતી.

આ વેપારીઓને માલસામાન દુકાનમાં જ રાખવા અને બહાર નહિ રાખવા સુચના આપી હોવા છતાં પણ તેનો ભંગ કરવાના લીધે દિવસ દરમિયાન દસ દુકાનો સીલ કરી દીધી હતી અને ગાઈડ લાઈન ભંગ કરવા બદલ નોટિસ પણ આપી હતી.આ નોટિસમાં ફોજદારી કાર્યવાહી કરવા તેમજ ગાઇડ લાઇનનો અને નક્કી કરેલી શરતોના ભંગ બદલ કબજો પરત લેવાની પણ ચીમકી આપવામાં આવી હતી. જોકે પાલિકા દ્વારા રૂ. 500થી 1000 સુધીનો દંડ લેવાની કાર્યવાહી શરૂ કરાઇ હતી.

આ સિવાય ,બુધવારે સવારે 8 દુકાનના વેપારીઓ પાસેથી દંડ તરીકે રૂ.4000 વસૂલ કરાયા હતા અને દુકાન ખોલવાની છૂટ આપી હતી. તેમજ વેપારીઓને કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવા સ્પષ્ટ શબ્દોમાં સુચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...