જાહેરનામાનો ભંગ:વડોદરાના વાડી વિસ્તારમાં ઇદ-એ-મિલાદની ઉજવણીમાં ડીજે વગાડીને ટોળા એકત્ર કર્યાં, 4 આરોપીની અટકાયત, એકને વોન્ટેડ જાહેર કર્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વાડી પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર) - Divya Bhaskar
વાડી પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર)
  • પોલીસે ડીજે સિસ્ટમ, આઇસર ટેમ્પો, જનરેટર, મોબાઇલ સહિત 1.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં મંગળવારે રાત્રે ઇદ-એ-મિલાદ પર્વ નિમિત્તે રહેણાંક વિસ્તારમાં આયોજીત ડીજે પાર્ટીમાં મોટી સંખ્યામાં ટોળા એકત્ર થતાં વાડી પોલીસે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસે 1.57 લાખનો મુદ્દામાલ કબજે કરીને ટેમ્પો ચાલક, આયોજક સહિત 4 લોકોની અટકાયત કરીને ડીજે સંચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો.

ઉજવણીમાં મોટી સંખ્યામાં ટોળાં એકત્ર થયા
કોરોના મહામારીના પગલે પોલીસ પ્રશાસન દ્વારા ચોક્કસ ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે. જેમાં ડીજે વગાડવા મુદ્દે પ્રતિબંધ છે, ત્યારે મંગળવારે ઇદ-એ-મિલાદનો પર્વ હોવાથી વાડી પોલીસ સ્ટેશનના જવાનો પેટ્રોલિંગમાં હતા. તે સમયે સ્વામિનારાયણ મંદિરની પાછળ પોસ્ટ ઓફિસની ગલીમાં આઇશર ટેમ્પોમાં ડીજે વાગતું હોવાથી મોટી સંખ્યામાં ટોળાં એકત્ર થયા હતા.

ટોળામાં કોઇએ માસ્ક પહેર્યુ નહોતુ
પોલીસની પરવાનગી વગર મોટા અવાજે ડીજે સિસ્ટમ વગાડી રહેણાંક વિસ્તારમાં જનતાને ત્રાસ આપી કોરોના મહામારી ચાલતી હોય, ત્યારે પણ માસ્ક નહીં પહેરી ટોળું ભેગું કર્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઈદ-એ-મિલાદ પર્વ નિમિત્તે ડીજેનો ઓર્ડર આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે ડીજે સંચાલકને વોન્ટેડ જાહેર કર્યો
પોલીસે ટેમ્પોચાલક ગોપાલસિંહ વણઝારા(રહે, સાઇનાથનગર, દંતેશ્વર, વડોદરા), ડીજે 18 હજાર ભાડેથી ડીજે મંગાવનાર ગુલામ મોઇનુદ્દીન ચાપાનેરવાલા, પરવેઝ અન્સારી, ઇબ્રાહિમ સોપારીવાલા(ત્રણેય રહે, મોટી વોરવાડ, વાડી, વડોદરા) ની અટકાયત કરી હતી અને ડીજે સિસ્ટમ, આઇસર ટેમ્પો, જનરેટર તથા મોબાઇલ ફોન મળી કુલ 1.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ડીજે સંચાલક જયેશભાઈ સોલંકી(રહે, ગાજરાવાડી, વડોદરા)ને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...