તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરાની યુવતી ‘માનવતાની મિશાલ’:કોરોનાગ્રસ્ત અપરિચિત મહિલાને બચાવવા 23 લાખનું ક્રાઉડ ફન્ડિંગ; અધિકારી, રાજકારણીઓથી લઈ રિક્ષાવાળા, કામવાળી બાઈનો ફાળો

વડોદરા3 મહિનો પહેલા
સારવાર લઇ રહેલી સીમા સાથે તેના પતિ અને બે બાળકોની તસવીર
  • 42 દિવસ સતત વેન્ટિલેટર પર રહ્યા બાદ 60 દિવસે સ્થિતિ સામાન્ય
  • શહેરવાસીઓ જ નહીં પણ ગુરુદ્વારા, ચર્ચ તેમજ સોનુ સૂદે પણ મદદ કરી

કોરોનામાં ખૂબ જ ગંભીર સ્થિતિએ પહોંચેલી 28 વર્ષીય મહિલાની સારવાર માટે વડોદરા શહેરની એક યુવતીએ કોઇ પણ પરિચય વિના માત્ર માનવતાના ધોરણે રૂ. 23 લાખનો માતબર ફાળો એકત્ર કર્યો છે. કોરોનાની સારવાર લઇ રહેલી આ મહિલા 60 દિવસથી હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે અને એક તબક્કે સતત 42 દિવસ સુધી વેન્ટિલેટર પર રહી હતી. હાલમાં તેની તબિયત સ્થિર છે અને માંડ 2થી 3 લિટર ઓક્સિજન પર છે. તબીબોના જણાવ્યા મુજબ તે ખતરાથી બહાર આવી ગઇ છે. આગામી કેટલાક દિવસોમાં તેને ઘરે જવાની રજા અપાશે.

સુરેશ યાદવે પૂજાને ટેલિફોનિક સંપર્ક કર્યો હતો
એરપોર્ટ રોડ વિસ્તારમાં રહેતી મહિલા સીમા યાદવ 18 મહિનાનાં બે જોડિયાં બાળકોની માતા છે, તેમને ગત 28મી એપ્રિલે કોરોના થયો હતો. સીમાના પતિ સુરેશ વડોદરા એરપોર્ટ પર ડ્રાઇવર છે. સીમાને કોરોના થતાં ક્રમશ: 2 ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરાયાં હતાં પણ તબિયત કથળતી જતી હતી. દરમિયાન તેમના પતિ સુરેશ યાદવે ઓપી રોડ વિસ્તારમાં રહેતાં પૂજા રાઠોડનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. પૂજા રાઠોડે આ વિશે જણાવ્યું કે, ‘મારો સુરેશભાઇ કે સીમાનો કોઇ પરિચય ન હતો પણ માનવતાના ધોરણે મેં મદદ કરવાનું નક્કી કર્યું. કારણ કે વાતચીતમાં મેં જાણ્યું કે તેમની રૂ..5 લાખની બચત પૂરી થઇ ગઇ છે અને તેવું કહેતાં જ તેઓ રડી પડ્યા હતા. મેં તેને ભાઇલાલ અમીન હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી.’ સીમાને 7 મેના દિવસે ત્યાં દાખલ કરાઈ હતી.

બંને પુત્રીઓ સાથે સીમાબેન(ફાઇલ તસવીર)
બંને પુત્રીઓ સાથે સીમાબેન(ફાઇલ તસવીર)

અત્યંત મોંઘુ ઇન્જેક્શન આપવું પડ્યું: ડોક્ટર
હોસ્પિટલના ડો. મનિષ મિત્તલ કહે છે કે, ‘સીમાબેન ભાઇલાલ અમીન હોસ્પિટલના ગેટ પર જ બેભાન થઇ ગયા હતા. સીમાબેનનાં ફેફસાં 5 ટકા જ કામ કરતાં હતાં. તેમને 2 દિવસમાં જ વેન્ટિલેટર પર લઇ જવાયાં. છેક 22 જૂન સુધી એ જ હાલતમાં હતાં. તેમને અગાઉ જ 5 રેમડેસિવિર ઇન્જેક્શન આપી દેવામાં આવેલા હતા. જેથી અમારા માટે મોટી ચેલેન્જ હતી. તેમને લોહી પાતળું કરવાનું હિપેરિન આપતાં જ ભયંકર બ્લીડિંગ થવા માંડતાં એક અત્યંત મોઘું જીવન રક્ષક ઇન્જેક્શન અપાયું હતું. જોકે હવે તે ખતરાથી બહાર છે.’ જો કોઇની મદદ કરવાનો સાચા દિલથી ઇરાદો કરવામાં આવે તો અશક્ય બાબત પણ શક્ય બને છે, તેનું ઉદાહરણ પૂજા રાઠોડે પૂરું પાડ્યું છે. નવાઇની વાત તો એ છે કે, તેમણે હજી પણ સારવાર લેતી સીમા યાદવને જોઇ નથી.

ભાઇલાલ અમીન હોસ્પિટલના ડો. મનિષ મિત્તલ
ભાઇલાલ અમીન હોસ્પિટલના ડો. મનિષ મિત્તલ

વીડિયો જોયા પછી સોનુ સુદને થયું હતું કે, મહિલાની હાલત ખરાબ છે
આ ઉપરાંત અભિનેતા સોનુ સુદને મહિલાની સ્થિતિના વીડિયો મોકલ્યા હતા. વીડિયો જોયા પછી સોનુ સુદને થયું હતું કે, મહિલાની હાલત ખુબ ખરાબ છે, ત્યારે ક્યાંયથી મદદ નહીં મળે તો મદદ કરવાની ખાત્રી આપી હતી. આ ઉપરાંત સલમાન ખાનના મેનેજર નદીમને ફોન કર્યો હતો કે, તો નદીમે કહ્યું હતું કે, ભાઇ રોજ 33 હજારની મદદ લોકોને કરે છે, ક્યાંયથી મદદ ન મળે તો સંપર્ક કરજો. જરૂરથી મદદ કરીશું.

દંપતીની ટ્વિન્સ દીકરીઓ
દંપતીની ટ્વિન્સ દીકરીઓ
  • બેસિલ સ્કૂલનાં પૂર્વ વિદ્યાર્થીઓએ રૂ. 7 લાખ આપ્યા
  • યુનાઇટેડ વે ઓફ બરોડાએ 7 દિવસની સારવારનો ખર્ચ આપ્યો
  • સોનુ સૂદે ઓનલાઇન ફંડ રેઇઝિંગ સંસ્થા કિટોના માલિકને કહીને 2 ટકા કમિશન રદ કરાવ્યું
  • ડો. મનિષ મિત્તલે 2 લાખ, ડો.વિક્રમ ચૌહાણે રૂ.1 લાખ આપ્યા
  • એક ચર્ચ અને VMCના અધિકારીઓ રૂ.2.5-2.5 લાખ આપ્યા
  • મહિલાને 5માંથી 4 રેમડેસિવિરની મદદ ડો. વિજય શાહ કરી
દંપતીની ફાઇલ તસવીર
દંપતીની ફાઇલ તસવીર
અન્ય સમાચારો પણ છે...