તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તુલસી વાડી વિસ્તારમાં એક મકાનનું વીજ જોડાણ વીજ બીલ ન ભરવાના કારણે કપાઈ ગયા બાદ તેના ત્રણ કનેકશનની કામગીરી માટે ઉતાવળ કરનાર ગ્રાહક સહિતના ટોળાએ કારેલીબાગ પાણીની ટાંકી પાસે આવેલ સબડિવિઝન કચેરીમાં હલ્લાબોલ કરીને તેમાં દરમિયાનગીરી કરનારા સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સિકયુરિટી ગાર્ડને નજીકની હોસ્પિટલમાં ખસેડાયો
મધ્ય ગુજરાત વીજ કંપનીના વડોદરા સિટી સર્કલ માં જે ગ્રાહકે સમયસર વીજ બિલની ભરપાઈ કરી ન હોય તેવા જોડાણો કાપી નાખવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત કારેલીબાગ સબડિવિઝન કચેરી દ્વારા પણ તેને માટેની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. હા ઝુંબેશના ભાગરૂપે તુલસીવાડી માં એક ગ્રાહકનું 16 હજાર રૂપિયાનું વીજ બિલ બાકી હત્ું અને તેના માટે જાણ કરવામાં આવી હોવા છતાં તેની ભરપાઇ ન થતાં આખરે વીજ કંપનીએ તેનું વીજ જોડાણ કાપી નાખ્યું હતું.
જોડા કપાઈ ગયા બાદ આ રહીશે બાકી નાણાં ચૂકવી દીધા હતા અને વીજ કંપનીની કારેલીબાગ પાણીની ટાંકી પાસે આવેલી સબ ડિવિઝન ઓફિસમાં આવી તોફાન કર્યું હતું અને કનેક્શન કેમ થતું નથી તેવો સવાલ ઉઠાવ્યો હતો. એટલું જ નહીં આ ગ્રાહક તુલસીવાડી પરત ફર્યો હતો અને તેની સાથે 15 જેટલા લોકોનું ટોળું લઈ આવ્યો હતો અને બુમાબુમ કરતા ત્યાં ફરજ પરના સિક્યુરિટી ગાર્ડ અમર કહારે તેમને અટકાવીને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો .જોકે આ વખતે રહેલા ટોળાએ સિક્યુરીટી ગાર્ડ પર જીવલેણ હુમલો કરી ત્યાં જ મારામારી કરતાં ગંભીર રીતે ઘવાયેલા સિક્યુરિટી ગાર્ડ અમર કહાર ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે વિસ્તારમાં અફરાંતફરી મચી ગઇ હતી.
આખરે પોલીસને જાણ કરાઇ
કારેલીબાગ સબડિવિઝનના જવાબદાર અધિકારી હાલમાં રજા છે ત્યારે જુનિયર એન્જીનીયર જી એમ પટેલે જણાવ્યું હતું કે તુલસી વાડી વિસ્તાર ના એક ગ્રાહકનું વીજ જોડાણ કપાતા તે ટોળા સાથે ઓફિસમાં આવ્યો હતો અને ત્યારે અન્ય કોઈ સ્ટાફ ન હતો ત્યારે સિક્યુરીટી ગાર્ડ પર હુમલો કર્યો હતો અને તેના માટે અમે પોલીસને જાણ કરી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.