• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Crowd Of People Who Did Not Get The Token Of The Form Even After Standing In Line For 2 Hours, 1 Suspicious Youth Detained For Distributing The Token

આવાસો માટે ઘર્ષણ:વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોના ફોર્મ લેવા પડાપડી, પોલીસે ભીડમાં નીચે પડી ગયેલી મહિલાઓનો જીવ બચાવ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • છેલ્લા ત્રણ દિવસથી સરકારી આવાસોના ફોર્મના ટોકન લેવા માટે લાંબી-લાંબી લાઇનો લાગે છે
  • આજે શંકાસ્પદ યુવક ટોકનનું વિતરણ કરતો હોવાથી લોકોએ હોબાળો મચાવ્યો હતો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા હરણી સહિત ચાર સ્થળોએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2132 આવાસો માટે ફોર્મ વિતરણની કાર્યવાહી હાથ ધરતા છેલ્લા 3 દિવસથી લાભાર્થીઓ પડાપડી કરી રહ્યા છે. એક સમયે પોલીસને બોલાવતા લોકો સાથે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સમયે ભારે ભીડમાં નીચે પડી ગયેલી મહિલાઓને પોલીસે ઉભી કરીને બહાર કાઢી હતી અને મહિલાઓનો જીવ બચાવ્યો હતો. આમ મહિલાઓ ભીડમાં કચડાતા બચી ગઇ હતી.

લાભાર્થીઓએ હોબાળો મચાવતાં પોલીસે યુવકની અટકાયત કરી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઇ.ડબલ્યુ.એસના મકાનો અંગેના ફોર્મનું શરૂ કરવામાં આવતા આજે પણ લોકોએ ફોર્મ મેળવવા ભારે ધસારો કરતા પોલીસને બોલવાનો વારો આવ્યો હતો. આ ટોકન આપતા શંકાસ્પદ યુવક મામલે લાભાર્થીઓએ હોબાળો મચાવતાં પોલીસે યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

કોએ ફોર્મ મેળવવા ભારે ધસારો કરતા પોલીસને બોલવાનો વારો આવ્યો હતો
કોએ ફોર્મ મેળવવા ભારે ધસારો કરતા પોલીસને બોલવાનો વારો આવ્યો હતો

3 દિવસથી આવાસોના ફોર્મ મેળવવા લાંબી કતારો જોવા મળી રહી છે
વડોદરા કોર્પોરેશનની રાવપુરા ખાતેની એફોર્ડેબલ હાઉસિંગ યોજનાની ઓફિસ બહાર છેલ્લા 3 દિવસથી વહેલી સવારથી આવાસોના ફોર્મ મેળવવા માટે લાભાર્થીઓની લાંબી કતારો જોવા મળી રહી છે અને માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઇ રહ્યા છે. લોકોએ સવારના 7 વાગ્યાથી લાઈન લગાવી હતી અને આ લાઈન દાંડિયા બજાર વિસ્તાર સુધી પહોંચી જતા અને લોકોનો ધસારો થતાં પોલીસને બોલાવવી પડી હતી. લાભાર્થીઓના ભારે ઘસારાના પગલે 31 ડિસેમ્બર સુધી ફોર્મનું વિતરણ કરવાનો નિર્ણય લેવાયો છે.

પોલીસને બોલાવતા લોકો સાથે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા
પોલીસને બોલાવતા લોકો સાથે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા

ટોકન ન મળતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો
દરમિયાન આજે વહેલી સવારથી લાઇનમાં ઊભી રહેલી મહિલાનો ટોકન મેળવવા માટે 2 કલાક બાદ નંબર આવતા કચેરીના સત્તાધીશોએ નવેસરથી લાઇન શરૂ કરાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી. તો બીજી તરફ કચેરીમાં ટોકન એલોટ કરી રહેલા ખાનગી વ્યક્તિ બાબતે ભારે હોબાળો થતાં પોલીસ દોડી આવી હતી અને યુવકની અટકાયત કરી હતી.

કચેરીમાં ટોકન એલોટ કરી રહેલા ખાનગી વ્યક્તિ બાબતે ભારે હોબાળો થયો હતો
કચેરીમાં ટોકન એલોટ કરી રહેલા ખાનગી વ્યક્તિ બાબતે ભારે હોબાળો થયો હતો

પોલીસ આવ્યા બાદ ટોકન પદ્ધતિ શરૂ કરાઇ
યુવકે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, ટોકન આપનારા અધિકારી કામ અર્થે જતા હું રજીસ્ટરમાં એન્ટ્રી પાડી ટોકન આપી રહ્યો હતો અને હું પોતે પણ ટોકન લેવા આવ્યો છું. જોકે પોલીસ આવ્યા બાદ ટોકન પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી, જોકે, કેટલાક લાભાર્થીઓએ પદ્ધતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.

લોકોએ સવારના 7 વાગ્યાથી લાઈન લગાવી હતી
લોકોએ સવારના 7 વાગ્યાથી લાઈન લગાવી હતી
અન્ય સમાચારો પણ છે...