મગરનો હુમલો:વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આપઘાત કરવા કુદેલા યુવાનને મગરે પકડ્યો, શિકાર બને તે પહેલા સ્થાનિકોએ મગરને પથ્થરો મારી યુવાનને બહાર કાઢ્યો

વડોદરા20 દિવસ પહેલા
વડોદરામાં યુવાને વિશ્વામિત્રી નદીમાં પડતુ મુકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો
  • યુવાનની માતા કહે છે કે, મારા દીકરાએ નદીમાં પડતું કેમ મુક્યું તેની મને ખબર નથી
  • ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

વડોદરાના અકોટા-દાંડિયા બજાર બ્રિજ ઉપરથી મયુર નામના એક યુવાને વિશ્વામિત્રી નદીમાં પડતુ મુકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાને નદીમાં પડતુ મુકતા જ ધસી આવેલા યુવાને ઉપર હુમલો કર્યો હતો. જોકે, યુવાન નદીમાં ડૂબી જવાથી અથવા મગરનો શિકાર બને તે પહેલાં સ્થાનિક તરવૈયાઓએ યુવાનને બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

યુવાને નદીમાં પડતુ મુકતા વાહન ચાલકોએ બૂમાબૂમ કરી
વડોદરાના નાગરવાડા વિસ્તારમાં રહેતો મયુર નામનો યુવાન બપોરના સમયે દાંડિયા બજાર-અકોટા બ્રિજ ઉપર આવી પહોંચ્યો હતો અને પોતાની બાઇક પાર્ક કરીને વિશ્વામિત્રી નદીમાં પડતું મુક્યું હતું. યુવાને નદીમાં પડતું મુકતા જ પસાર થતાં વાહન ચાલકો ઉભા થઇ ગયા હતા અને બુમરાણ મચાવી મુકી હતી. બ્રિજ ઉપરથી પસાર થઇ રહેલા વાહન ચાલકોની બૂમો સાંભળી સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા. બીજી બાજુ બ્રિજ ઉપર ટોળેવળેલા લોકોએ નદીમાં કૂદેલા યુવાનનો શિકાર કરવા માટે ધસી આવેલા મગર ઉપર પથ્થરોનો મારો ચલાવી દૂર રાખ્યો હતો. પથ્થરમારાના કારણે મગર મયુર સુધી આવી ન પહોંચતા તે બચી ગયો હતો. જોકે, તેને મગર દ્વારા પહેલાં હુમલામાં સામાન્ય ઇજા પહોંચી હતી. હાલ તેને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

વિશ્વામિત્રી નદીમાં આપઘાત કરવા કુદેલા યુવાનને મગરે હુમલો કર્યો
વિશ્વામિત્રી નદીમાં આપઘાત કરવા કુદેલા યુવાનને મગરે હુમલો કર્યો

યુવાનને થાપામાં ઇજા પહોંચી
એવી પણ માહિતી મળી હતી કે, નાગરવાડાના મયુર નામના યુવાને વિશ્વામિત્રી નદીમાં પડતું મુકતા જ બ્રિજ ઉપર ટોળે વળેલા પૈકી એક વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણ કરતા લાશ્કરો તુરંત જ દોડી આવ્યા હતા. જોકે, ફાયર બ્રિગેડ આવે તે પહેલાં સ્થાનિક તરવૈયાઓએ યુવાનને બહાર કાઢી 108 બોલાવી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે રવાના કરી દીધો હતો. દાંડિયા બજાર-અકોટા બ્રિજ ઉપરથી મયુરે પડતુ મુકનાર યુવાનને થાપામાં ઇજા પહોંચી હતી. આ ઉપરાંત મગરે કરેલા હુમલાથી પણ ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું.

સ્થાનિકોએ મગરને પથ્થરો મારી યુવાનને બહાર કાઢ્યો હતો
સ્થાનિકોએ મગરને પથ્થરો મારી યુવાનને બહાર કાઢ્યો હતો

મયુરે નદીમાં પડતું કેમ મુક્યું તેની મને ખબર નથી
દાંડિયા બજાર-અકોટા બ્રિજ ઉપરથી મયુરે પડતું મુકી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની જાણ તેના પરિવારને થતાં તુરંત જ તેની માતા અને પિતરાઇ બહેન બ્રિજ ઉપર દોડી આવ્યા હતા. માતાએ જણાવ્યું હતું કે, મયુરે નદીમાં પડતું કેમ મુક્યું તેની મને ખબર નથી. તે બપોરના સમયે ઘરે જમવા આવ્યો હતો અને ભત્રીજીની બર્થડે હોવાથી તેને વિશ કરી વાસણા રોડ ઉપર આવેલી દુકાનમાં નોકરી જવા માટે નીકળ્યો હતો.

ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

યુવાને કેમ નદીમાં પડતુ મુક્યુ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી
આજે બપોરે બનેલા આ બનાવમાં મયુરે કયા કારણોસર દાંડિયા બજાર-અકોટા બ્રિજ ઉપરથી વિશ્વામિત્રી નદીમાં કેમ પડતું મુક્યું તેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પરંતુ, આ બનાવ અંગે સંબધીત પોલીસે તપાસ હાથ ધરી છે. તપાસ બાદ મયુરે કયા કારણોસર પડતું મુક્યું હતું. તેનું ચોક્કસ કારણ બહાર આવશે.

મગરે યવાન પર હુમલો કરતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા
મગરે યવાન પર હુમલો કરતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા
અન્ય સમાચારો પણ છે...