મગરનો હુમલો:વડોદરામાં વિશ્વામિત્રી નદી કિનારે કુદરતી હાજતે ગયેલા યુવાન પર મગરે તરાપ મારી, પીઠ અને હાથમાં ઇજાઓ પહોંચી

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇજાગ્રસ્ત યુવાન - Divya Bhaskar
ઇજાગ્રસ્ત યુવાન
  • યુવાનને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો

વડોદરા શહેરના વિશ્વામિત્રી કિનારે આવેલા ગણેશનગરના પારસી બીસ્તો પાસે રહેતા એક યુવાન પર મગરે હુમલો કરતા પીઠના ભાગે અને ડાબા જમના હાથે ઇજાઓ પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક હોવાનું તબિયત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

યુવાનને પીઠ અને હાથના ભાગે ઈજા
વડોદરા શહેરના વિશ્વામિત્રીના કિનારે પાસે ગણેશનગરમાં લાલાભાઈ પ્રવીણભાઈ ઠાકોર(ઉં.28) રહે છે, તેઓ ગઈકાલે મંગળવારે સાંજે વિશ્વામિત્રી નદી કિનારે કુદરતી હાજર ગયા હતા. તે વખતે નદી કિનારે મગરે તરાપ મારી હતી. મગરની તરાપમાં તેમના પીઠના ભાગે તથા ડાબા અને જમણા હાથે ઇજાઓ પહોંચી હતી. મગરના દાંતથી ઇજાગ્રસ્ત લાલાભાઇ ઠાકોરને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમની સારવાર હાથ ધરી છે.

માંજલપુર પોલીસ દોડી ગઈ
આ બનાવની જાણ માંજલપુર પોલીસને કરવામાં આવી હતી, જેથી પોલીસે આ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...