રેસ્ક્યુ:યુનિવર્સિટી કેમ્પસમાં વહેલી સવારે 4 વાગ્યે મગરનું મોર્નિંગ વોક

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સોમવારે સવારે એમએસ યુનિ.માં એક મગર ફેકલ્ટીના રસ્તાઓ પર મોર્નિંગ વોક કરતો જોવા મળ્યો હતો.

ફેકલ્ટી ઓફ સાયન્સમાં વહેલી સવારે સાડા ત્રણથી ચાર વાગ્યાના સુમારે એક સાડાચાર ફૂટ લાંબો મગર બહાર નીકળી આવ્યો હતો. ગેટ પર ફરજ બજાવતા સિક્યુરિટી સ્ટાફ્ના કર્મચારીના નજરે ચઢતા દોડધામ થઇ ગઇ હતી. જોકે બેટરીના સહારે તેનો ગેટથી છેક કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ સુધી લગભગ 40 ફૂટ સુધી બેટરીના સહારે પીછો કરીને તેને રેસ્ક્યુઅર્સની મદદ વડે પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ મગરને વનવિભાગ ખાતે લઇ જવામાં આવ્યો હતો. આ વિશે ફેકલ્ટી ઓફ સાયન્સના ઝુલોજી વિભાગના પ્રો. રણજિત દેવકરે જણાવ્યું કે, ‘ હાલમાં પૂરની કોઇ સ્થિતિ નથી છતાં મગરનું આ રીતે કાંસ-નદીમાંથી બહાર નીકળવું એ આંચકાજનક છે. કાંસોની સફાઇના નામે વનસ્પતિઓ દૂર કરવામાં આવતાં તેમના રહેઠાણને પણ અસર પહોંચી છે તે આ હકીકત બતાવે છે.’ વિશ્વામિત્રીની સફાઇના નામે પાલિકાએ ઝાડવાઓ ઉખાડીને જે દાટ વાળ્યો છે તે જોતા આગામી દિવસોમાં આવી ઘટના વધે તો નવાઇ નહીં. એવું શહેરના પર્યાવરણવાદીઓએ જણાવ્યું હતું.

કરજણ પાસે રેલવે ટ્રેક પરથી મૃત મગર મળ્યો હતો.
કરજણ પાસે રેલવે ટ્રેક પરથી મૃત મગર મળ્યો હતો.

ટ્રેક પર મૃત મગર મળતાં રાજધાની ટ્રેન રોકી રાખી
કરજણથી ભરૂચ વચ્ચેના રસ્તે રેલવે ટ્રેક પર મોડી રાત્રે અઢી વાગ્યાના સુમારે એક મગર ટ્રેક પર જ મૃત હાલતમાં પડેલો મળી આવતા વડોદરાના સ્વેજલ વ્યાસને કરજણના સ્ટેશન માસ્ટરે જાણ કરતા વડોદરાથી રેસ્ક્યૂઅર રાકેશ વઢવાણાને લઇને પહોંચી ગયા હતા. આ વિશે સ્વેજલ વ્યાસે જણાવ્યું કે, ‘આ સમય દરમિયાન જ રાજધાની એક્સપ્રેસ પણ આ જ ટ્રેક પરથી પસાર થતી હોવાથી તેને રોકી રાખવી પડી હતી. જોકે અમે પહોંચ્યા બાદ તુરંત જ તેને ટ્રેક પરથી હટાવી લીધો હતો. મૃત મગરને રેલવેની કાર્ટ વેગનમાં કરજણ રેલવે સ્ટેશન લવાયો હતો અને કરજણના વનવિભાગને સોંપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...