તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મગરે માણસનો શિકાર કર્યો:ડભોઈ પાસે ઓરસંગ નદીમાં નાહવા પડેલા આધેડને મગર તાણી ગયો, પુત્રની નજર સામે જ બનાવ બન્યો

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેતમજૂરને મગર તાણી જતાં તેની શોધખોળ હાથ ધરાઈ હતી - Divya Bhaskar
ખેતમજૂરને મગર તાણી જતાં તેની શોધખોળ હાથ ધરાઈ હતી
  • ખેતમજૂરના મગરે કરેલા શિકારને પગલે ફોરેસ્ટ વિભાગે વિવિધ ટીમની મદદ લઈ શોધખોળ આદરી
  • નિમાન ગામડી ગામ પાસે ઓરસંગ નદીમાં ત્રણ મગર હોવાની આશંકા

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ પાસેના નિમાન ગામડી ગામમાં આજે ઓરસંગ નદીમાં નાહવા ગયેલા આધેડને મગર નદીમાં તાણી ગયા ની ઘટના બની હતી. નદી કાંઠે બેઠેલા પુત્રની નજર સામે જ મગર પિતાને ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો. ડભોઇ તાલુકાનાં ચાંદોદ પાસેના નિમાન ગામડી ગામ ખાતે નજીકમાં આવેલી ઓરસંગ નદીમાં શનિવારે બપોરના સમયે નહાવા ગયેલા આધેડને મગર પાણીમાં ખેંચી જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

નિમાન ગામડીમાં ખેત મજૂરી કરતા શનાભાઇ માધાભાઈ વસાવા (ઉ.વ 47) ઓરસંગ નદીમાં લાપતા બનતા ચાંદોદ પોલીસ તેમજ ફોરેસ્ટ વિભાગ ઘટનાસ્થળે પહોંચી હતી અને ચાંદોદની નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ, વડોદરાની ડિઝાસ્ટર રેસ્ક્યુઅર ટૂકડી સહિત ડભોઈ વાઇલ્ડ લાઇફ ટીમની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે મોડી સાંજ સુધી સફળતા મળી ન હતી.

દીકરાની નજર સામે જ આધેડને મગર નદીમાં ખેંચી ગયો
દીકરાની નજર સામે જ આધેડને મગર નદીમાં ખેંચી ગયો

પ્રાપ્ત વિગત અનુસાર અનુસાર ડભોઇ તાલુકાના નિમાન ગામડી ગામ ખાતે રહેતા શનાભાઇ વસાવા બપોરના સમયે ગામની પાસે આવેલ ઓરસંગ નદીએ નાહવા ગયેલા દરમિયાન નદીના કિનારે પહોંચી નદીમાં નાહવાની શરૂઆત કરતાં કિનારા પર મગરે શનાભાઇનો શિકાર કરી પાણીમાં ખેંચી ગયો હતો આ વાતની ગામમાં જાણ થતાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ચાંદોદ પોલીસ તેમજ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી.

તંત્ર દ્વારા ચાંદોદની નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ વડોદરા ડિઝાસ્ટર રેસ્ક્યુઅરની ટુકડી તેમજ વાઇલ્ડ લાઇફની ટીમની મદદ લઈ ઓરસંગ નદીમાં આધેડની શોધખોળ હાથ ધરાઈ હતી. મોડી સાંજ સુધી ટીમો દ્વારા સઘન શોધખોળ આદરવામાં આવી હતી. પરંતુ સફળતા મળી નહોતી. ગામડી ઓરસંગ નદીમાં ત્રણ મગર હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું છે

મગર નદીમાં આધેડને ખેંચી જતાં ગામમાંથી લોકો દોડી ગયા
મગર નદીમાં આધેડને ખેંચી જતાં ગામમાંથી લોકો દોડી ગયા

ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ અગાઉ ગામડી પાસેના ફૂલવાડીના ઓરસંગ કિનારેથી મગરે એક આધેડને શિકાર બનાવી મોતને ઘાટ ઉતાર્યો હતો. મગર દ્વારા માનવજાતને નિશાન બનાવવામાં આવતા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

(તસવીર અને અહેવાલ: કિંજલ ભટ્ટ, ચાંદોદ)