તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામા ભંગનો ગુનો:નાની છીપવાડની મસ્જિદમાં 40 લોકો ભેગા થતાં ટ્રસ્ટી,ઈમામ,બાંગી સામે ગુનો નોંધાયો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાણીમાં મસ્જિદ પાસે ભેગા થયેલા 6 સામે પોલીસની કાર્યવાહી

મસ્જિદમાં નમાઝ માટે 30 થી 40 લોકોને ભેગા કરતાં સિટી પોલીસે ટ્રસ્ટી, બાંગી અને ઈમામ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. છાણીમાં મસ્જિદ આગળ નમાઝ પઢતા 6 લોકો વિરુદ્ધ પણ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

13મેના રોજ પોલીસને બાતમી મળી હતી કે, નાની છીપવાડમાં આવેલી મસ્જિદમાં ઘણા લોકો નમાઝ પડવા માટે ભેગા થયા છે. પોલીસે રાતે 8 વાગે મસ્જિદમાં જઈ તપાસ કરતાં 30 થી 40 લોકોનું ટોળુ ભેગું થયું હતું. પોલીસ પહોંચતાં જ નમાઝ પઢતા લોકો મસ્જિદના પાછળના દરવાજાથી ભાગી ગયા હતા.

મસ્જિદમાં હાજર ટ્રસ્ટી મોહંમદ અનીશ મન્સુરી, મુખત્યાર અહેમદ નિશાર એહમદ શેખ, ઈમામ મોહંમદ હનીફ ગુલામ મોયુદ્દીન શેખ અને બાંગી સાજીદ મલેક (ચારેય રહે.નાની છીપવાડ) વિરુદ્ધ પોલીસે મસ્જિદમાં નમાઝ માટે 30 થી 40 લોકોને ભેગા કરવા બદલ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો. આ ઉપરાંત છાણી પોલીસે વિસ્તારની નગીના મસ્જિદ આગળ 4થી વધુ લોકો ભેગા થઈને નમાઝ પઢતા જાકીર દિવાન, મહેબુબ સીદ્દીકી, અબ્દુલ હમીદ અબ્બાસ, સદામશા દિવાન, પરવેઝ વ્હોરા અને નઝીર મલેક (તમામ રહે. છાણી ગામ) વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...