તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામીન નામંજૂર:ભ્રષ્ટાચારનો અપરાધ સમાજ અને રાષ્ટ્ર વિરોધી : અદાલત

વડોદરા4 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વારસિયાના લાંચિયા હેડ કોન્સ્ટેબલની જામીન અરજી નામંજૂર
 • જામીન અપાશે તો સાહેદને ફોડશે, પુરાવાનો પણ નાશ કરશે: કોર્ટ

વારસિયા પોલીસ સ્ટેશનનો વહીવટદાર ગણાતો હેડ કોન્સ્ટેબલ જગદીશ ગુડલિયા બુટલેગરને દારુનો ધંધો ચાલુ રાખવાના નામે બુટલેગર પાસેથી 20 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ ગયા બાદ તેણે જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે નોંધ્યું હતું કે, આરોપી સામે પ્રથમ દર્શનીય ગુનો જણાઇ રહ્યો છે. ભ્રષ્ટાચારનો ગુનો સમાજ અને દેશ વિરોધી છે ત્યારે અરજદારની અરજી નામંજૂર કરવામાં આવે છે.

કેસની વિગત એવી છે કે, હરણી રોડ ધવલ ચાર રસ્તા પાસે રહેતા રાકેશે એસીબીમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ મળતાં જ એસીબીએ સોમવારે ધુળેટીની રાત્રે 8-15 વાગે સવાદ ક્વાર્ટસમાં રાકેશના ઘરની સામે આવેલા મેદાનમાં છટકું ગોઠવી હેડ કોન્સ્ટેબલ જગદીશને 20 હજાર લેતાં ઝડપી લીધો હતોહેડ કોન્સ્ટેબલની લાંચના ગુનામાં ધરપકડ કર્યા બાદ અદાલતે તેને જેલમાં મોકલ્યો હતો. ત્યાર બાદ તેણે જામીન અરજી મુકતા તેની સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇ હાજર રહ્યાં હતા.

સરકાર તરફે રજૂઆત કરાઈ હતી કે, આરોપી સામે પ્રથમ દર્શનીય ગુનો છે. ભ્રષ્ટાચારનો ગુનો સમાજ અને દેશ વિરોધી ગુનો છે. ગુનાની તપાસ હાલ નાજુક તબક્કામાં છે ત્યારે જો આરોપીને જામીન અપાશે તો તે સાહેદને ફોડશે અને પુરાવાનો પણ નાશ કરશે. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલો સાંભળ્યાં બાદ અરજદાર હેડ કોન્સ્ટેબલની જામીન અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો