દારૂની હેરાફેરી:વડોદરામાં રેઢો મૂકી દીધેલો 5 લાખનો દારૂ ભરેલો ટેમ્પો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રબરની સીટોની આડમાં લાવવામાં આવેલો 5 લાખનો દારૂ જપ્ત કરાયો - Divya Bhaskar
રબરની સીટોની આડમાં લાવવામાં આવેલો 5 લાખનો દારૂ જપ્ત કરાયો
  • પોલીસે 6 લાખ 88 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

વડોદરા શહેરના તરસાલી ચોકડી પાસે નેશનલ હાઇવે પરથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રોડની સાઇડમાં પાર્ક ટેમ્પોમાંથી રબરની સીટોની આડમાં લાવવામાં આવેલો 5 લાખનો દારૂ જપ્ત કર્યો છે.

ઇંગ્લિશ દારૂની 2208 બોટલ મળી
વડોદરામાં દારૂડિયા પકડાવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે હવે શહેર ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે નેશનલ હાઇવે પર તરસાલી ચોકડી પાસે સિદ્ઘેશ્વર હિલ એપાર્ટમેન્ટ પાસે રોડની સાઇડમાં પાર્ક ટેમ્પોમાં તપાસ કરી હતી. જેમાં કોઇ ચાલક મળી આવ્યો ન હતો. પરંતુ ટેમ્પોમાં રહેલ રબરની સીટોના માલને ખસેડતા તેમાંથી ઇંગ્લિશ દારૂની 2208 બોટલ મળી આવી હતી. જેની કિંમત 5 લાખ 8 હજાર 800 આંકવામાં આવી છે.

6 લાખ 88 હજારનો મુદ્દામાલ જપ્ત
ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્ર પાસિંગના ટેમ્પો MH 04 DK 1867 તેમજ દારૂ સહિત કુલ 6 લાખ 88 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આ ટેમ્પો કોણ મુકી ગયું તે દિશામાં તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...