દરોડા:વડોદરામાં શક્તિ હોટલમાં ધમધમતું જુગારધામ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યું, હોટલ મેનેજર સહિત 7 ઝડપાયા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોબાઈલ ફોનમાં વરલી મટકાનો જુગાર રમાડતા પ્રશાંત ઉર્ફે બન્ટીની ધરપકડ. - Divya Bhaskar
મોબાઈલ ફોનમાં વરલી મટકાનો જુગાર રમાડતા પ્રશાંત ઉર્ફે બન્ટીની ધરપકડ.
  • બાતમી આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા સાતને ઝડપી પાડ્યા

વડોદરા શહેરના કપુરાઈ ચોકડી પાસે આવેલી શક્તિ હોટલમાં ધમધમતું જુગારધામ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે હોટલ મેનેજર સહિત 7 જુગારીઓને ઝડપી પાડી 3.33 લાખની મત્તા કબજે કરી હતી.

હોટલના મેનેજર જ જુગાર રમાડતો હતો
આગામી દિવસોમાં વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવાની છે. જેના અનુસંધાને દારૂ અને જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી સૂચના આપવામાં આવી છે. દરમિયાન ક્રાઈમબ્રાંચ પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, કપુરાઈ ચોકડી પાસે હાઈવે ઉપર આવેલી દ્વારકેશ બિલ્ડિંગના ચોથા માળે શક્તિ હોટલના મેનેજર મહાવિરભાઈ જયવંતભાઈ પરવડીયા સાથે મળીને જુગાર રમાડી રહ્યા છે.

આરોપી પાસેથી મોબાઈલ, રોકડા સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો.
આરોપી પાસેથી મોબાઈલ, રોકડા સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો.

પોલીસે 3.33 લાખની મત્તા કબજે કરી
બાતમી આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા બ્રિજલાલ મદનભાઈ પટેલ, મીત શીરીશભાઈ પટેલ, ચંદ્રેશભાઈ કાનાભાઈ મકવાણા, ઘનશ્યામભાઈ મહાદેવભાઇ ભડાળીયા, કિશોર ધરમદાસ પટેલ, જયવંતભાઈ ભીખાભાઈ પરવડીયા, મહાવીર ભાઈ રઘુભાઈ ડાભી ( તમામ રહે - વડોદરા) ને ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે રોકડા રૂપિયા 1.37 લાખ, 6 નંગ મોબાઇલ ફોન તેમજ 4 બાઈક સહિત 3.33 લાખની મત્તા કબજે કરી હતી. પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં વરલી મટકાનો જુગાર રમાડતા એકને ઝડપી પાડ્યો
અન્ય એક બનાવમાં વડોદરા શહેર પીસીબી પોલીસની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે પ્રશાંત ઉર્ફે બન્ટી (રહે- રસુલજીની ચાલી, એફ સી આઈ ગોડાઉન, સયાજીગંજ, વડોદરા) આરસી દત્ત રોડ ઉપર કોનકોર્ડ બિલ્ડીંગ પાસે પોતાના મોબાઈલ ફોનમાં વરલી મટકાનો જુગાર રમાડી રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડી પ્રશાંતને ઝડપી પાડયો હતો. તેની પાસેથી બે મોબાઇલ ફોન અને રોકડા રૂપિયા 10 850 , ડિજિટલ આંકડા લખેલી પ્રિન્ટ , સ્કૂટર મળી 77 850 ની મત્તા કબજે કરી હતી.