આરોપી એક મહિના પછી પકડાયો:વડોદરામાં શિવજી કી સવારીમાં ભીડમાં 7 ફોન ચોરી કરનાર શખ્સની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

વડોદરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી અલ્તાફ ઉર્ફ બોડી બચુમીયા શેખ. - Divya Bhaskar
આરોપી અલ્તાફ ઉર્ફ બોડી બચુમીયા શેખ.

વડોદરા શહેરમાં મહાશિવરાત્રિએ નીકળેલી શિવજી કી સવારીની શોભાયાત્રામાં 7 મોબાઇલની ચોરી કરનાર આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી 7 મોબાઇલ જપ્ત કર્યાં છે.

શિવજીકી સવારીની શોભાયાત્રામાં ઉમટેલી ભીડનો લાભ લઇ 7 લોકોના ખિસ્સામાંથી મોબાઇલ ફોનની ચોરી કરનાર અલ્તાફ ઉર્ફ બોડી બચુમીયા શેખને (રહે. અલીફ મંજિલ, બાવામાનપુરા, પાણીગેટ) ચોરીના 7 મોબાઇલ ફોન સાથે ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એમ.એફ. ચૌધરીની સુચના અનુસાર ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે અલ્તાફ ઉર્ફ બોડીને શંકાસ્પદ હાલતમાં દબોચ્યો હતો. અને તેની અંગ જડતી કરતા 7 મોબાઇલ ફોન મળી આવ્યા હતા.

આરોપીએ ગુનો કબૂલ્યો
આરોપીની પૂછપરછ કરતા તેણે શિવજી કી સવારીમાં લોકોના ખિસ્સામાંથી મોબાઇલ ફોનની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસમાં અલ્તાફ ઉર્ફ બોડી શેખ સામે પાણીગેટ પોલીસ મથકમાં રાયોટીંગ, ભરૂચ સિટી સી ડિવિઝનમાં ઘરફોડ ચોરી, કારેલીબાગ પોલીસ મથકમાં નાર્કોટીક્સ, અને વાડી પોલીસ મથકમાં જુગારનો ગુનો નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...