ફરિયાદ:અલકાપુરી અને ફતેગંજમાં બે ગોપાલક સામે ગુનો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અલકાપુરી કોંકર્ડ બિલ્ડિંગ પાછળથી કોર્પોરેશનની ઢોર પાર્ટી દ્વારા બે પશુ પકડીને ખાસવાડી ઢોર ડબ્બામાં પૂરાયાં હતાં. આ ગાયોના માલિક રાજેશ વિરમભાઈ રબારી કોર્પોરેશનમાં ગાયો છોડાવવા આવતાં તેની સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાેંધાવી હતી. બીજી તરફ કોર્પોરેશનની ઢોર પાર્ટી દ્વારા ફતેગંજ વિસ્તારમાંથી પણ 3 ગાય પકડીને ખાસવાડી ઢોર ડબ્બામાં પૂરી હતી. આ ગાયો છોડાવવા સતિષ ફુલાભાઈ રબારી આવતાં કોર્પોરેશન દ્વારા તેની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...