તપાસ:બર્થ ડે ઉજવણીમાં તલવાર લઈ ડાન્સ કરતી ત્રિપુટી સામે ગુનો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાપોદ જકાત નાકાના યુવકોનો વીડિયો વાઇરલ

શહેરમાં એક તરફ ગણપતિ મહોત્સવને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે એવા સમયે બર્થડેની ઉજવણીમાં ખુલ્લી તલવારો લઈ ડાંસ કરતા યુવાનોનો વીડિયો વાઇરલ થયો હતો. પોલીસે તપાસ હાથ ધરતાં આ બનાવ બાપોદ જકાતનાકા વિસ્તારનો હોવાનું બહાર આવતાં પાણીગેટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

તપાસમાં બાપોદ જકાત નાકા પાસે સરકારી આવાસના મેદાનમાં ગુરુવાર રાત્રે બર્થડેની ઉજવણી દરમિયાન હાથમાં ખુલ્લી તલવારો લઈ યુવાનો ડાંસ કરી રહ્યા હતા. જેમાં સુનીલ રાજપૂત, કપિલ સરદાર અને કિરણ પરમાર હોવાનું બહાર આવતાં પોલીસે તેમની સામે જાહેરનામાના ભંગ, હથિયાર બંધી સહિતની કલમો 188, 114, 135 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...