ક્રાઈમ:હાઈકોર્ટમાં ખોટી માહિતી આપનાર અસલમ બોડિયાની પત્ની સામે ગુનો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજસીટોકના ગુનેગારની પત્નીએ ઓપરેશન કરાવવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું

ગુજસીટોકનો નામચીન ગુનેગાર અસ્લમ બોડીયાને વચગાળાના જામીન ઉપર છોડાવવા માટે હાઈકોર્ટમાં આપેલી ખોટી માહિતી બદલ તેની પત્નિ વિરૂધ્ધ ક્રાઈમ બ્રાંચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચમાં વર્ષ 2021માં ગુજસીટોક હેઠળ અસ્લમ ઉર્ફે બોડીયો હૈદરમીયા શેખ (રહે-નવાપુરા) વિરૂધ્ધ ગુનો દાખલ થતા જેલમાં ધકેલાયો હતો.

જ્યારે બોડીયાની પત્ની શેહનાઝ અસ્લમ શેખ (38)એ હાઈકોર્ટ થકી પોતાના પતિને વચગાળાના જામીન ઉપર છોડાવવા માટે પોતે ગાયનેક પ્રોબ્લેમથી પીડીત હોવાનું અને ડોક્ટરે કોથળીનું ઓપરેશન કરવાનું જણાવ્યું હોવાનું જણાવ્યુ હતું. આ ઉપરાંત ઓપરેશન વખતે તેના પતિ અસલમની હાજરી હોવાની જરૂર છે તેમ જણાવીને 30 દિવસના વચગાળાના જામીન મેળવવા માટે અરજી કરી હતી.

સરકારી વકીલ દ્વારા અસ્લમ બોડીયાની પત્નિ અમદાવાદની આગમન હોસ્પિટલમાં દાખલ છે કે કેમ તેની તપાસ કરતા ક્રાઈમ બ્રાંચની તપાસમાં બોડીયાની પત્નિ દાખલ ન હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે ડોક્ટરે નિદાન માટે માત્ર દવા આપી હોવાનું જણાવ્યું હતું. જેથી પતિને વચગાળાના જામીન પર છોડાવવા પત્નિ શહેનાઝ શેખ દ્વારા જે માહિતી આપવામાં આવી હતી તે ખોટી હોવાનું જણાયુ હતું. આ રીતે હાઈકોર્ટમાં ખોટી માહિતી આપવામાં આવતાં તેના વિરૂધ્ધમાં ક્રાઈમ બ્રાંચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...