કાર્યવાહી:આજવા રોડ પર રખડતાં ઢોર છોડનાર સામે ગુનો

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઢોર માલિકે ઢોર છોડાવવા અરજી કરી હતી
  • ઢોર અનાયાસે છુટ્યું હોવાનો માલિકનો દાવો

શહેરના આજવા રોડ વિસ્તારમાં રખડતાં ઢોરના માલિક સામે બાપોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બાપોદ પોલીસે ઢોરના માલિકને બોલાવી તેની પુછપરછ હાથ ધરી હતી.બાપોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાલિકા હસ્તકના ઢોર ડબ્બા શાખાના માર્કેટ સુપ્રીન્ટન્ડન્ટ ડો.વિજય કુમાર પંચાલ સરદાર એસ્ટેટ વિસ્તારમાંથી રખડતાં પશુઓ પકડવા નીકળ્યા હતા તે દરમિયાન રખડતાં એક પશુને પકડીને ઢોર ડબ્બામાં પુરવામાં ાવ્યું હતું. પશુ માલિક રબારી કશુવાહા બલવાનભાઈ લાલજીભાઈએ ઢોર છોડાવવા અરજી કરેલી છે.

આ અંગે બાપોદ પોલીસે રબારી કશૂવાહાને પુછપરછ માટે પોલીસ મથકે બોલાવી તપાસ હાથ ધરી હતી. પાલીકાના અધિકારીએ એવી પણ રજૂઆત કરી હતી કે શહેરી વિસ્તારમાં ઢોર છૂટા મુકવાથી અકસ્માત થવાનો ભય રહે છે. આવા અકસ્માતના લીધે શહેરીજનોનો જીવ જોખમમાં મુકાઈ શકે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. બાપોદ પોલીસે આ સંબંધમાં પાલિકાના સ્ટાફ સાથે પણ વાતચીત કરી હતી. પશુ માલિકે એવી રજૂઆત કરી હતી કે મેં રખડતું ઢોર મુકયું ન હતું પણ તેને યોગ્ય જગ્યાએ લઇ જવા તૈયારી ચાલતી હતી ત્યારે ઢોર છટકી જતાં તે પકડાઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...