સ્ફૂર્તિ:મેયરની ચીમકી બાદ ઢોર છુટ્ટા મૂકતા 3 પશુપાલકો સામે ગુનો

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
જેતલપુર બ્રિજ - Divya Bhaskar
જેતલપુર બ્રિજ
  • રસ્તે​​​​​​​ રખડતાં 4 ઢોર મળતાં આકરી કાર્યવાહી
  • 4 દિવસમાં 100 ઢોરને પકડી ડબ્બે પૂરી દેવાયાં

પાલીકાની ઢોર ડબ્બા પાર્ટીએ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 4 ઢોર પકડીને 3 પશુપાલકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પાલિકામાં ઢોર ડબ્બા શાખામાં સુપ્રિટેંડેન્ટ તરીકે ફરજ બજાવતા ડો વિજયકુમાર પ્રાણલાલ પંચાલે ત્રણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં વડસર બ્રિજ પાસેથી 1 પશુ પકડાતા તેને લાલબાગ ડબ્બામાં રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના માલીક ભરતભાઈ રાધુભાઈ ભરવાડ (રહે, ખોડિયારનગર, વડસર) સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.

આ ઉપરાંત ઢોર ડબ્બા પાર્ટીએ મકરપુરામાં પ્રતાપનગર રેલવે ક્રોસિંગ પાસેથી રખડતા 2 પશુને પકડીને લાલબાગ ઢોર ડબ્બામાં પુરી દઇને પશુપાલક ભાવેશ બાબરભાઈ રબારી (રહે, રબારી ફળિયું, દંતેશ્વર) સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.તથા ઢોર ડબ્બા પાર્ટીએ માંડવી એમ જી રોડ પાસેથી જાહેરમાં રખડતી 1 ગાયને પકડીને ડબ્બામાં પુરી દીધી હતી અને તેના માલીક શંકરભાઇ મહિજીભાઈ રબારી (રહે, રંગમહાલ ) સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

શહેરને ઢોર મુકત કરવા પાસા સુધીની કાર્યવાહી કરવાની ચીમકી બાદ છેલ્લા 4 દિવસથી ઝુંબેશ ચાલી રહી છે. આ પૂર્વે દિવસના માંડ બે-પાંચ ઢોર પકડતાં ઢોર પાર્ટી એ ચાર જ દિવસમાં 100 ઢોર પકડીને ઢોર ડબ્બે પુરાવ્યા છે.

ગૃહમંત્રીની યાત્રા પૂરી થતાં જ ફરી રૂટ પર ઢોરોનો ‘રોડ શો’
જે પશુપાલકનાં ઢોર વારંવાર પકડાશે તેમને પાસા કરવામાં આવશે, તેવી ચીમકી બાદ પણ રોડ પર રખડતાં ઢોર ઓછા થવાનું નામ લઇ રહ્યા નથી.ગુરુવારે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીની જન આશીર્વાદ યાત્રા વડોદરામાં અકોટા વિધાનસભા મતવિસ્તારમાં હતી અને તેના કારણે વિવિધ રૂટ પર યાત્રામાં ઢોલ અવરોધરૂપ ન બને તે માટે પાલિકા તરફથી સતત મોનિટરંગ કરવામાં આવ્યું હતું. જોકે આ રૂટ પૂરો થતાં જ જેતલપુર ફ્લાય ઓવર, સન ફાર્મા રોડ, વાસણા રોડ પર ઢોરો બેફામ નીકળ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...