તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામા ભંગની ફરિયાદ:ડોસુ મિયા મસ્જિદમાં 70 લોકો ભેગા થતાં 3 સંચાલક સામે ગુનો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની ગાઇડ લાઇનનો ભંગ કરી નમાજ પઢતા હતા
  • બાતમી મળતાં પોલીસે દરોડો પાડ્યો

ડોસુ મિયાના ખાંચામાં આવેલી મસ્જિદમાં 60 થી 70 લોકો નમાઝ અદા કરવા ભેગા થતાં વાડી પોલીસે મસ્જિદના વહીવટકર્તા વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, ડોસુ મિયા મસ્જિદમાં નમાઝ અદા કરવા 60 થી 70 લોકો ભેગા થયા છે. જેથી શનિવારે બપોરે 2 વાગે પોલીસે દરોડો પાડતાં 70 જેટલા લોકો નમાઝ અદા કરી રહ્યા હતા.

કોવિડના જાહેરનામા પ્રમાણે હાલ ધાર્મિક સ્થળો પર લોકોને ભેગા કરવાના નથી ત્યારે પોલીસે મસ્જિદના વહીવટકર્તા ફિરોઝ સુલેમાન સુમા, આરીફ ઉસ્માનમીયા સીંધી અને મન્સુર હારૂણભાઈ (ત્રણેય રહે. ડોસુ મિયા મસ્જિદ પાસે) વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો.

લગ્નમાં પોલીસની એન્ટ્રી, જાહેરનામા ભંગની ફરિયાદ
જિલ્લામાં આંબાતળાવ, જૂના શિહોરા અને પીંડાપામાં યોજાયેલા લગ્નમાં પોલીસ પહોંચી હતી. જ્યાં લગ્નની ડિજિટલ ગુજરાતના પોર્ટલ પર નોંધણી કરાવી ન હોવાની સાથે 50થી વધુ લોકો ભેગા થયા હતા, સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ થયો હતો. જેથી વાંકાનેરના આંબાતળાવ ગામે મનહરસિંહ હઠીસિંહ ચૌહાણ, ડેસરના જૂના શિહોરાના કિરવતસિંહ જશવંતસિંહ પરમાર અને વડુના પીંડાપાના બળવંતસિંહ પ્રતાપસિંહ પઢિયાર સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...