તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંડ્યા બ્રધર્સ દેશની મદદે આવ્યા:ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યા ગ્રામીણ વિસ્તારોમાં 200 ઓક્સિજન કન્સન્ટ્રેટર દાન કરશે, હાર્દિકે કહ્યુંઃ 'આ ખૂબ મુશ્કેલ સમય છે'

વડોદરા13 દિવસ પહેલા
ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા
  • હાર્દિક પંડ્યાએ કહ્યુંઃ 'મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સહયોગની જરૂર છે. આપણે જાણીએ છીએ કે આ ખૂબ મુશ્કેલ સમય છે'

દેશમાં હાલ કોરોના વાઇરસની બીજી લહેરનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે અને દર્દીઓને ઓક્સિજનની ખુબ જરૂર પડી રહી છે, ત્યારે મૂળ વડોદરાના અને ટીમ ઇન્ડિયાના ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ દેશના ગ્રામીણ વિસ્તારોમાં 200 ઓક્સિજન કન્સન્ટ્રેટર દાન કરવાની જાહેરાત કરી છે.

પંડ્યા બ્રધર્સ ગ્રામીણ વિસ્તારોમાં 200 ઓક્સિજન કન્સન્ટ્રેટર દાન કરશે
કોરોના સામેની લડાઇમાં સચિન તેંડુલકર સહિતના દિગ્ગજો મદદ માટે સામે આવી રહ્યા છે, ત્યારે બે ગુજરાતી ક્રિકેટરોએ પણ દેશના ગ્રામીણ વિસ્તારોની ચિંતા કરી છે અને ગ્રામ્ય વિસ્તારો માટે પંડ્યા બ્રધર્સે 200 ઓક્સિજન કન્સન્ટ્રેટર દાન કરવાની જાહેરાત કરી છે.

હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ દેશના ગ્રામીણ વિસ્તારોમાં 200 ઓક્સિજન કન્સન્ટ્રેટર દાન કરવાની જાહેરાત કરી
હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ દેશના ગ્રામીણ વિસ્તારોમાં 200 ઓક્સિજન કન્સન્ટ્રેટર દાન કરવાની જાહેરાત કરી

હાર્દિક પંડ્યાએ કહ્યુંઃ ગ્રામ્ય વિસ્તારોમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વધારે જરૂર છે
ચેન્નઇ સુપર કિંગ્સના વિરૂદ્ધ મેચ પહેલા ક્રિકેટર હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે, 'અમે જાણીએ છીએ કે, દેશ કયા પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. મેડિકલ સ્ટાફ અને ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ સહિત જે લોકો મદદ માટે આવ્યા છે, તે લોકોનો ધન્યવાદ આપું છું, તેઓ આ કઠિન સમયમાં આગળ આવ્યા છે અને કોરોના વાઇસ સામેની લડાઇમાં દેશનો સાથ આપી રહ્યા છે. હું, મારા મોટાભાઇ કૃણાલ, માતા અને આખો પરિવાર કોરોના પીડિતોને કેવી રીતે મદદરૂપ થઇ શકીએ તેનો વિકલ્પ શોધી રહ્યા છીએ. મને લાગે છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વધારે જરૂર છે.

ગ્રામ્ય વિસ્તારોમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વધારે જરૂર છે
ગ્રામ્ય વિસ્તારોમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વધારે જરૂર છે

આપણે જાણીએ છીએ કે આ ખૂબ મુશ્કેલ સમય છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમે દેશના ગ્રામીણ વિસ્તારોમાં 200 ઓક્સિજન કનસંટ્રેટર દાન કરવાનો નિર્ણય કર્યો છે. મને લાગે છે કે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સહયોગની જરૂર છે. આપણે જાણીએ છીએ કે આ ખૂબ મુશ્કેલ સમય છે.

હાર્દિક પંડ્યાએ કહ્યુંઃ 'મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સહયોગની જરૂર છે. આપણે જાણીએ છીએ કે આ ખૂબ મુશ્કેલ સમય છે'
હાર્દિક પંડ્યાએ કહ્યુંઃ 'મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સહયોગની જરૂર છે. આપણે જાણીએ છીએ કે આ ખૂબ મુશ્કેલ સમય છે'

વિદશી ક્રિકેટરો પણ ભારતની મદદે આવ્યા
દેશના જ નહીં પણ વિદેશના ક્રિકેટરો પણ ભારતની મદદે આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર બ્રેટ લી અને પેટ કમિન્સ પણ મોટી રકમ દાન કરી છે. બ્રેટ લીએ 41 લાખ અને કમિન્સે 37 લાખ રૂપિયા ભારતને દાન કર્યા છે. તો પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર એક કરોડની રકમ દાન કરવાનો નિર્ણય કર્યો છે.

પંડ્યા બ્રધર્સે 200 ઓક્સિજન કન્સન્ટ્રેટર દાન કરવાની જાહેરાત કરી
પંડ્યા બ્રધર્સે 200 ઓક્સિજન કન્સન્ટ્રેટર દાન કરવાની જાહેરાત કરી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો