મતદાન:ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્વે ક્રિકેટ કિટ તેમજ સાઉન્ડ સિસ્ટમની લહાણી કરાઈ!

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે 4 લાખ મતદાર 576 મથક પર મત આપશે

જિલ્લામાં 260 ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિત 1494 વોર્ડની સામાન્ય અને 2 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીનું રવિવારે સવારે 7થી 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણીને અનુલક્ષી જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ સેન્ટર શરૂ કરાયાં હતાં. અંદાજે 4 લાખ મતદારો 576 મતદાન મથકો પર બેલેટ પેપરથી મત આપશે.

પંચાયતની ચૂંટણીમાં બપોરે 12 સુધી મોટાભાગનું મતદાન થઈ જતું હોય છે. તંત્ર દ્વારા 883 મતપેટી મતદાન સેન્ટરોમાં પહોંચાડાઈ છે. સરપંચ માટે 849, વોર્ડ સભ્ય માટે 3656 ઉમેદવાર મેદાનમાં છે. 1292 પોલીસકર્મી બંદોબસ્તમાં જોડાશે. ઉમેદવારોએ મોડી રાત સુધી ખાટલા મિટિંગોમાં યુવાનોને ક્રિકેટની કિટ, પંચનાં વાસણો, ભજન મંડળીને સાઉન્ડ સિસ્ટમ સહિતની લહાણી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...