ઉત્સવ:આજે શનિવાર અને હનુમાન જયંતીના ઉત્તમ યોગનું સર્જન

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં 2 શોભાયાત્રા નીકળશે
  • ​​​​​​​ગોત્રી ભયભંજન હનુમાનજીને હીરાજડિત વાઘા અર્પણ થશે

શનિવારે હનુમાન જયંતીનો ઉત્તમ યોગ સર્જાયો છે. જેમાં 2 વર્ષ બાદ મારુતિ મંદિરોમાં ભવ્ય રીતે હનુમાન જયંતી ઊજવાશે. ગોત્રી સ્થિત ભયભંજન હનુમાનજી મંદિર તેમજ રોકડનાથ હનુમાનજી મંદિરમાં શોભાયાત્રા નીકળશે. ભયભંજન મંદિરમાં ભગવાનને હીરાજડિત વાઘા અર્પણ કરાશે.મિશન રામસેતુ અને સમસ્ત ગોત્રી, ગોકુલનગર, અકોટા, હરીનગર, સેવાસી, વાસણા, ભાયલી પરિવાર દ્વારા હનુમાનજીકી સવારી યોજાશે.

જે ગોત્રી અંબિકાનગરમાં ભયભંજન હનુમાન મંદિરથી મહાઆરતી સાથે સાંજે 4 વાગે શરૂ થશે જેની વીર હનુમાન મંદિરે પૂર્ણાહુતિ થશે. ભયભંજન દેવ હનુમાનજી મંદિરે ચોવીસમો વાર્ષિક પાટોત્સવ તથા શ્રી મારુતિયજ્ઞ યોજાશે. તેમજ મહેન્દ્રબાપુના કંઠે હનુમાન ચરિત્ર કથાનું પણ આયોજન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. કોલાબેરા કોલ સેન્ટર સામેના વીર હનુમાન મંદિર ખાતે પણ જન્મોત્સવનું આયોજન છે. સવારીમાં સફાઈ કર્મચારીઓ સતત રૂટ પર સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપશે.

હેમકુટ પર્વતની પ્રતિકૃતિથી સજાવટ થઇ
હરણી ભીડભંજન હનુમાનજી મંદિરમાં હેમકુટ પર્વતની પ્રતિકૃતિ ઊભી કરાઈ છે. 16 એપ્રિલે મળસ્કે 3 વાગ્યાથી મંદિરમાં રામાયણ ગાન, સવારે 5 વાગે પાદુકા પૂજન, સવારે 6:25 વાગે જન્મની આરતી, સવારે 8 વાગે નિત્ય શનિવારની આરતી, બપોરે 12 વાગે લઘુરુદ્ર પૂજન પૂર્ણાહુતિ આરતી, સાંજે 8:30 વાગે સુંદરકાંડ અને રાત્રે 12 વાગે શયન આરતી થશે.

રોકડનાથ હનુમાનજી મંદિરે શોભાયાત્રાનવાબજાર ખાતે શ્રી રોકડનાથ હનુમાનજી મંદિર મોગલ સામ્રાજ્ય પૂર્વેનું પૌરાણિક મંદિર છે. હનુમાન જયંતી નિમિત્તે શનિવારે સમૂહ હોમાત્મક હનુમાન ચાલીસાના 111 પાઠ શુક્રવારે રાતે 10 વાગ્યે થશે. શનિવારે સવારે 5 વાગે મંગળા, 9 વાગે રાજભોગ અને રાતે 10 વાગે શયન આરતી થશે. શોભાયાત્રા સાંજે 4 કલાકે યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...