‘બોટની ફેસ્ટ’ વેબ એપ:1 હજાર વનસ્પતિના ગુણધર્મોની માહિતી માટે એપ્લિકેશન બનાવી

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
મ. સ. યુનિ.ની સાયન્સ ફેકલ્ટીના બોટનિકલ  ગાર્ડન ખાતે ટ્રેસર હન્ટ ગેમ જેવી બોટની ફેસ્ટ શરૂ કરાઈ. - Divya Bhaskar
મ. સ. યુનિ.ની સાયન્સ ફેકલ્ટીના બોટનિકલ ગાર્ડન ખાતે ટ્રેસર હન્ટ ગેમ જેવી બોટની ફેસ્ટ શરૂ કરાઈ.
  • ‘બોટની ફેસ્ટ’ વેબ એપમાં વનસ્પતિઓના કોયડાના ઉકેલ
  • બોટનિકલ ગાર્ડનમાં સમજ માટે રમત રમાડવાનો રસ્તો અપનાવ્યો

એમ.એસ.યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડનમાં અલગ-અલગ પ્રોત્સાહક રમતો રમાડવામાં આવે છે. ટ્રેઝર હન્ટ સ્પર્ધાની જેમ જ રોમાંચક સાંકેતિક વર્ણન-ક્લૂ દ્વારા વનસ્પતિઓ સંબંધિત કોયડા ઉકેલવા માટે ‘બોટની ફેસ્ટ’ નામની વેબ એપ્લિકેશન પૂર્વ વિદ્યાર્થીએ શરૂ કરી છે. 1 હજારથી વધુ વનસ્પતિઓ અને તેના ગુણધર્મો વિશે પણ રસપ્રદ માહિતીઓ છે. તમે કેટલા વૃક્ષોને ઓળખી શકો?

તેમાંથી કેટલાના ગુણો કહી શકો? વધુમાં વધુ 10-15 વૃક્ષોના નામ અને તેના ગુણો વિશે તમને ખબર હશે. વિવિધ જાતના વૃક્ષો, ફળફૂલ કુદરતે આપણને આપ્યા છે, પણ બહુ જ જવલ્લે એવું બને કે તે વૃક્ષના ગુણધર્મો અથવા તો નામ વિશે જાણકારી હોય.

એમ.એસ.યુનિ.માં બોટની વિભાગમાં અનુસ્નાતક વિભાગના પૂર્વ વિદ્યાર્થી ક્રિષ્નાસિંઘ રાજપૂતે વનસ્પતિઓ વિશે લોકો વધુમાં વધુ જાણે તેવા હેતુથી ‘બોટની ફેસ્ટ’ નામની કંપનીની સ્થાપના કરી છે. બોટનીમાં અનુસ્નાતકના અભ્યાસ વેળા અને ત્યારબાદ તેમણે વર્ષ-2017 થી વર્ષ-2020 એમ ચાર વર્ષ સુધી એમ.એસ.યુના બોટની વિભાગ અને ડાંગના વઘઈ રેન્જ ફોરેસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ‘બોટની ફેસ્ટ’ કાર્યક્રમમાં ભાગ લીધો. પરંતુ આ કાર્યક્રમ અને આયોજન શૈક્ષણિક હોવાથી તેમની કેટલીક મર્યાદા હતી.

તેમજ વર્ષમાં તેને એક જ વખત આયોજિત કરી શકાતો હતો. જેની મર્યાદાને પાર કરવા તેમજ આવા રસપ્રદ અને માહિતીસભર આયોજનનો લાભ માત્ર વનસ્પતિશાસ્ત્રના વિદ્યાર્થીઓને જ નહીં, પરંતુ હર કોઈને મળે તેવા આશયથી ક્રિષ્નાસિંઘ રાજપૂતે ‘બોટની ફેસ્ટ’ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. સ્ટાર્ટઅપ થકી તેઓ વનસ્પતિઓ સંબંધિત ઇવેન્ટ્સ અને પ્રોત્સાહક રમતો બોટનીકલ ગાર્ડનમા યોજે છે.

અન્ય સમાચારો પણ છે...