તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

​​​​​​​નેતાફાય એપ:વડોદરાવાસી વિસ્તારની સમસ્યા કોર્પોરેટરને ઓનલાઇન મોકલી શકે તે હેતુથી એપ બનાવી

વડોદરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દરેક વિસ્તારની સમસ્યાની જાણ નેતાઓને ઓનલાઈન થાય તે માટે પ્રયાસ

આજે દરેક નાગરિકને તેમનો વોર્ડ નંબર, તેમના કોર્પોરેટર અંગેની માહિતી, કોર્પોરેટર દ્વારા કરાતા કાર્યો અંગે જાણવાનો હક છે. ત્યારે વડોદરાના અભય શરણે નેતાફાય નામની એક એપ બનાવી છે. જે એપનાં માધ્યમથી દરેક નાગરિકને તેમના વોર્ડ નંબર, કોર્પોરેટરો અંગેની તમામ માહિતી મળશે. વધુમાં પોતાનાં વિસ્તારની તમામ સમસ્યા કોર્પોરેટર સુધી ઓનલાઇન મોકલી શકશે અને કોર્પોરેટરને તેમના કરેલા કામ મુજબ રેટ અને રીવ્યું પણ આપી શકશે.

કોર્પોરેટરને કામ પ્રમાણે રેટિંગ પણ આપી શકાશે
નેતાફાય એપ વિશે માહિતી આપતી એપ બનાવનાર અભયશરણ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ઘણાં લોકોને હાલમાં તેઓ કયા વોર્ડમાં રહે છે તેનો ખ્યાલ નથી હોતો. આ સાથે તેઓના વોર્ડના કોર્પોરેટ કોણ છે તેની પણ ખબર નથી હોતી ત્યારે અમે શહેરીજનોને તેમના નેતા સાથે જોડવા માટે એક એપ બનાવી. જે એપ સોશિયલ મીડિયા જેવી જ છે, જે એપમાં નેતાઓ તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યને અપલોડ કરે છે અને તેને યૂઝર લાઈક અને કોમેન્ટ આપે છે.

આ સાથે યૂઝર તેના વિસ્તારના કોર્પોરેટર સાથે ડાયરેક્ટ જોડાઈને તેની સમસ્યા જણાવી શકશે. જેનું સમાધાન કોર્પોરેટર તેમની સમય મર્યાદામાં લાવીને યૂઝરને અપડેટ પણ કરશે. કોર્પોરેટરના કામના આધારે યૂઝર તેને 1 થી 5માં સ્ટાર આપીને રેટિંગ આપી શકશે. શહેર, રાજ્ય અને દેશને રેટિંગ મળતું હોય તો લોકલ નેતાઓને પણ રેટિંગ મળવું જોઈએ અને તે હેતુથી આ એપ ડેવલોપ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો