ઠગાઇ:સ્ટેન્ડિંગ ચેરમેનનું ડમી એકાઉન્ટ બનાવી 150 લોકો પાસે નાણાં માગ્યાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો. હિતેન્દ્ર પટેલે નાણાં ન ચૂકવવા અપીલ કરી - Divya Bhaskar
ડો. હિતેન્દ્ર પટેલે નાણાં ન ચૂકવવા અપીલ કરી
  • ડો. હિતેન્દ્ર પટેલે નાણાં ન ચૂકવવા અપીલ કરી

સોશિયલ મીડિયાનો વ્યાપ વધવા સાથે ઠગાઇ ના બનાવો વધી રહ્યા છે. જેમાં હવે રાજકીય નેતાઓ અને અધિકારીઓના પણ ડમી એકાઉન્ટ બનાવી નાણાની માગણી કરવામાં આવે છે. બે દિવસ અગાઉ પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષના નામ અને ફોટાનો ઉપયોગ કરી 150થી વધુ લોકો પાસે નાણાં માગવામાં આવ્યાં હતાં. સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલના નામ અને ફોટાનો ઉપયોગ કરી ભેજાબાજોએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવ્યું હતું. જે એકાઉન્ટ મારફતે 150થી વધુ લોકોને મેસેજ કરી નાણાંની માગણી કરી હતી.

એક પછી એક અનેક લોકોએ ડો. હિતેન્દ્ર પટેલને આ બાબતે જણાવતાં તેઓએ તેમના મિત્રોને નાણાં નહિ ચૂકવવા અપીલ કરી હતી. ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, લગભગ 150 જેટલા લોકોને નાણાં માટે મેસેજ થયા હતા. જેના કારણે મારા ઓરિજિનલ એકાઉન્ટ પર આ અંગેનો મેસેજ મૂકી જાગૃત કર્યા હતા. 8 મહિના અગાઉ અને ત્યારબાદ એપ્રિલ મહિનામાં પણ આ પ્રકારે ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું.

મ્યુ.કમિશનર અને મેયરના નામે પણ નાણાં માગ્યાં હતાં
તાજેતરમાં વડોદરાના મેયરના ફોટાનો ઉપયોગ કરી સોશિયલ મીડિયા પર અનેક લોકોને મેસેજ કરી નાણાં માગવામાં આવ્યાં હતાં. તદુપરાંત સુરતના મ્યુનિસિપલ કમિશનર અને વડોદરા મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનરના નામે પણ મેસેજ આપવામાં મોકલી નાણાની માગ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...