તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:મસિયા કાંસમાંથી પાણીના નિકાલ માટે ભૂગર્ભ વરસાદી ચેનલ બનાવો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી પાણીનો નિકાલ ન થતાં આસપાસની સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ થાય છે

લાલબાગ કાશીવિશ્વનાથ મંદિર પાછળથી પસાર થતી મસિયા કાંસના વરસાદી પાણીના નિકાલ માટે નવી અંડરગ્રાઉન્ડ વરસાદી ચેનલ બનાવવાની કામગીરી કરવાની માગણી કરાઈ છે.

આ અંગે કોર્પોરેટર બાળુ સુર્વેએ મ્યુ. કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, કાશી વિશ્વનાથ મંદિર પાસેની ખાડીમાંથી મસિયા શરૂ થાય છે, જેમાં શહેરના લગભગ પાંચમા ભાગના વરસાદી પાણીનો નિકાલ થતો હોય છે. આ વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ નહીં થતો હોઇ રાજસ્થાન સોસાયટી સહિતની આજુબાજુની સોસાયટીમાં વરસાદી પાણી ઘરોમાં ભરાઈ જવાના કારણે દર વર્ષે નુકસાન થાય છે અને નાગરિકોને પરેશાની ભોગવવી પડે છે.

આ ઉપરાંત ગેરકાયદેસર ડ્રેનેજનાં જોડાણોનાં પાણી લાલબાગ ખાડીમાં આવતાં હોવાથી ખૂબ જ દુર્ગંધ મારે છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ થાય છે.જેથી વિસ્તારના રહીશોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...