તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:પાણી લીકેજ-પ્રેશરની સમસ્યા દૂર કરવા એક્શન પ્લાન બનાવો

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણીજન્ય રોગચાળો વધતાં ખાસ બેઠક બોલાવવા કોંગ્રેસની માંગ
  • સમા- સાવલી રોડ પર લાઇનમાં ભંગાણ પડતાં પાણીનો વેડફાટ

ઝાડા-ઊલટી, કોલેરા સહિતના પાણીજન્ય રોગચાળામાં થયેલો વધારો ચિંતાજનક ગણાવી પ્રેશર અને લીકેજની સમસ્યા માટે હાઇપાવર મિટિંગ બોલાવી પગલાં લેવા એક્શન પ્લાન બનાવવાની માગ કોંગ્રેસના નેતાએ કરી છે. કારેલીબાગ, નવાપુરા, માંડવી, યાકુતપુરા, નાગરવાડા, નવી ધરતી જેવા વિસ્તારોમાં ઝાડા-ઊલટી અને કમળાના કેસો એન્ટ્રી લીધી છે.

પાલિકાના કોંગ્રેસનાં નેતા અમી રાવતે લેખિતમાં રજૂઆત કરતાં જણાવ્યું કે, શહેરના ચાર દરવાજા અને તેની આજુબાજુના વિસ્તારોમાં પાણીની લાઈનો વર્ષો જૂની હોવાથી જર્જરિત થઈ ગઈ છે. રોગચાળો ન ફેલાય તે માટે આવી જૂની લાઈન બદલવા એક્શન પ્લાન બનાવવો જરૂરી છે.

દુઃખની વાત એ છે કે શાસક પક્ષ ભાજપના સભાસદ સ્નેહલ પટેલે સ્થાયીમાં તરસાલીના પાણીનોે કકળાટ દૂર કરવા જમીન પર બેસવાની ચીમકી આપી હતી. તેમણે જે વિસ્તારમાં ગંદું પાણી આવતું હોય ત્યાં વેરો લેવો નહીં અને જ્યાં ફરિયાદ હોય ત્યાં પાણી વિતરણ બંધ કરી કે ક્લોરિનેશન કરી પીવાલાયક પાણી પાલિકાએ પહોંચાડવું જોઈએ.બીજી તરફ સમા સાવલી રોડ ગ્રીન વૃંદાવન પાસે 2 દિવસથી લાઈનમાં ભંગાણ થતાં હજારો ગેલન પાણી ગટરમાં વહી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...