ઢોર બેફામ:PMના કાર્યક્રમ સ્થળ નજીક ગાય ભટકાતાં કારનો ખુરદો, લોકોએ વીડિયો વાયરલ કરી પાલિકાને માથે માછલાં ધોયાં

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં રખડતા ઢોર રોજ આંતક મચાવી રહ્યા છે. પાલિકા તંત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કરે છે ત્યારે વડાપ્રધાન મોદીના સભા સ્થળથી માંડ એક કિલોમીટર દૂર વાઘોડિયા રોડ ઉપર અચાનક રોડ ઉપર દોડી આવેલી ગાય કાર સાથે અથડાઈ હતી. સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજમાં બેફામ દોડી આવેલી ગાય કાર સાથે ભટકાતા કારનો કૂચડો વળી ગયો હતો અને ભારે નુકસાન થયેલું સ્પષ્ટ જણાઇ આવે છે. કારમાં બેઠેલાને ઇજા પણ થઈ હતી.

વડા પ્રધાન મોદીની સભા જ્યાં છે એ લેપ્રસી મેદાનથી માંડ એક કિલો મીટર દુર વાઘોડિયા રોડના પ્રભુનગરથી વર્ષા સોસાયટી જવાના માર્ગ ઉપર ક્રિષ્ના પાર્ક સોસાયટીના ટીપી રોડ પર આ ઘટના ઘટી હતી. ગાય એટલા જોરથી ભટકાઈ હતી કે કારનું બોનેટ ચિબાઈ ગઇ આગળના બમ્પર અને કારની વિન્ડ સ્ક્રીનના ભુક્કા બોલી ગયા હતા. બપોરે થયેલા ધડાકાભેર અકસ્માતથી રહીશો પણ દોડી આવ્યા હતા. કાર ચાલક અને સાથીને ઈજા થતાં થોડી વાર બાદ તેઓ કારની બહાર આવ્યા હતા. વિડીયો વાઇરલ થતાં લોકોએ પાલિકા તંત્ર રખડતા ઢોરના મામલે નિષ્ફળ ગયું હોવાનું પણ કૉમેન્ટમાં લખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...