તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Covid Treatment Facilities Will Be Set Up In Two Hospitals Of 500 500 Beds In Vadodara, Ventilators, Specialist Doctors And Best Treatment Will Be Available.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટને અટકાવવાની તૈયારી:વડોદરામાં 500-500 બેડની બે હોસ્પિટલોમાં કોવિડ સારવારની સુવિધાઓ ઉભી કરાશે, વેન્ટિલેટર, તજજ્ઞ તબીબો અને શ્રેષ્ઠ સારવાર મળશે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફરજ પરના ખાસ અધિરારીએ શ્રેષ્ઠ સારવાર સુવિધાઓથી સજ્જ 500 બેડની હોસ્પિટલ વિકસાવવાનો પરામર્શ કર્યો હતો - Divya Bhaskar
ફરજ પરના ખાસ અધિરારીએ શ્રેષ્ઠ સારવાર સુવિધાઓથી સજ્જ 500 બેડની હોસ્પિટલ વિકસાવવાનો પરામર્શ કર્યો હતો
  • ફરજ પરના ખાસ અધિરારીએ શ્રેષ્ઠ સારવાર સુવિધાઓથી સજ્જ 500 બેડની હોસ્પિટલ વિકસાવવાનો પરામર્શ કર્યો

વડોદરાના કોરોનાના ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે કોવિડ સારવારની સુવિધા જરૂરિયાતવાળા સૌને સરળતાથી મળી રહે એવા ઉમદા હેતુસર વડોદરાની નજીક આજવા તરફ અને દક્ષિણે વરણામા નજીક 500- 500 બેડની બે કોવિડ સારવાર સુવિધાઓ વિકસાવવાના ચક્રો ગતિમાન કર્યાં છે. જેના ભાગરૂપે તેમણે શહેરની પૂર્વ તરફ આવેલા પાયોનિયર કેમ્પસની મુલાકાત લઈને તબીબો અને અન્ય સત્તાધિકારીઓ સાથે વેન્ટિલેટર, તજજ્ઞ તબીબો અને શ્રેષ્ઠ સારવાર સુવિધાઓથી સજ્જ 500 બેડની હોસ્પિટલ વિકસાવવાનો પરામર્શ કર્યો હતો.

15થી 20 ખાનગી દવાખાનાઓના ક્લસ્ટર માટે એક્સ્ટેન્શન ફેસિલિટી જાહેર કરવાનો સંકેત
આ સંસ્થાને કોવિડ સારવાર માટે અધિસુચિત કરીને કોરોનાની સારવાર આપતાં 15થી 20 ખાનગી દવાખાનાઓના ક્લસ્ટર માટે એક્સ્ટેન્શન ફેસિલિટી જાહેર કરવાનો એમણે સંકેત આપ્યો હતો. આજથી કોવિડ દર્દીઓને દાખલ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે એમ તેમણે જણાવ્યું હતું.

500-500 બેડની બે હોસ્પિટલોમાં કોવિડ સારવારની સુવિધાઓ ઉભી કરાશે
500-500 બેડની બે હોસ્પિટલોમાં કોવિડ સારવારની સુવિધાઓ ઉભી કરાશે

દવલબા હોસ્પિટલમાં વધુ એક 500 બેડની કોવિડ સારવાર સુવિધા ઉભી કરાશે
તે જ રીતે વડોદરા શહેરની દક્ષિણે વરણામા નજીક બાબરીયા કેમ્પસ પાસે આવેલી દવલબા હોસ્પિટલ ખાતે વધુ એક 500 બેડની કોવિડ સારવાર સુવિધા વિકસાવવાનો તેમણે સંબંધિતો સાથે પરામર્શ કર્યો હતો. અહીં વડોદરા અને ભરૂચના તજજ્ઞ તબીબોની સેવાઓ લેવાનું વિચાર્યું છે અને 15થી 20 ખાનગી હોસ્પિટલોના ક્લસ્ટર માટે આ સુવિધા એક્સ્ટેન્શન ફેસિલીટી બની રહેશે એવો તેમણે સંકેત આપ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો