તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Covid Treatment At Vadodara's Gotri Hospital Completes 400 Days, Saving Thousands Of Lives, OSD Says: 'It Feels Like A Pilgrimage When I Come Here'

અધિકારી ભાવુક થયા:વડોદરાની ગોત્રી હોસ્પિ.માં કોવિડ સારવારને 400 દિવસ પૂર્ણ, હજારો જિંદગીઓ બચાવી, OSDએ કહ્યું: 'અહીં આવુ ત્યારે તીર્થયાત્રા કરતો હોઉં એવી અનુભૂતિ થાય છે'

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો. વિનોદ રાવે  કોવિડ સારવારમાં અગ્રેસર અને સતત કાર્યરત ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધી - Divya Bhaskar
ડો. વિનોદ રાવે કોવિડ સારવારમાં અગ્રેસર અને સતત કાર્યરત ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધી
  • ગોત્રી હોસ્પિટલની મુલાકાત લઉં છું, ત્યારે તીર્થયાત્રા કરતો હોઉં એવી અનુભૂતિ થાય છેઃ ડો. વિનોદ રાવ

કોરોનાની સુનામી ચાલી રહી હોવા છતાં લોકોને સારી સારવાર મળી રહે તે માટે OSD ડો. વિનોદ રાવ સતત પ્રયત્નશીલ છે. રવિવારની મધ્ય રાત્રિએ કોવિડ સારવારમાં અગ્રેસર અને સતત કાર્યરત ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધી, ત્યારે લાગણીશીલતા અનુભવતા તેમણે જણાવ્યું કે, હું જ્યારે આ દવાખાનાની મુલાકાત લઉં છું. ત્યારે મને એક તીર્થયાત્રા કર્યાંની અનુભૂતિ થાય છે. હું અહીં અવિરત સેવા આપનાર તમામને હૃદયથી વંદન કરું છું.

ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવારની સેવા શરૂ કર્યાંને 400 દિવસ થયા
ગોત્રી કોવિડ હોસ્પિટલ ખાતે કોવિડ સારવારની સમર્પિત સેવા શરૂ કર્યાને આજે બરોબર 400 દિવસ થયા છે. તેની યાદ અપાવતાં તેમણે જણાવ્યું કે, આ દરમિયાન અહીંની કોવિડ ઓપીડીમાં 70 હજારથી વધુ લોકોની કોવિડ વિષયક તપાસ કરવામાં આવી અને તે પૈકી પોઝિટિવ જણાયેલા 20 હજારથી વધુ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી છે. જ્યારે અન્ય ઘણા દર્દીઓને ફ્રી બેડ ધરાવતા સહયોગી દવાખાનાઓમાં મોકલવામાં આવ્યા છે.

હજારો કોવિડ દર્દીઓની સારવાર કરીને જિંદગીઓ બચાવી
તેમણે જણાવ્યું કે, ગોત્રી હોસ્પિટલ એ વિશ્વની અને ભારતની એવી જૂજ હોસ્પિટલો પૈકી એક છે. જ્યાં હજારો કોવિડ દર્દીઓની સમર્પિત સારવાર કરીને જિંદગીઓ બચાવવામાં આવી છે.

ગોત્રી હોસ્પિટલ એ વિશ્વની અને ભારતની એવી જૂજ હોસ્પિટલો પૈકી એક છે
ગોત્રી હોસ્પિટલ એ વિશ્વની અને ભારતની એવી જૂજ હોસ્પિટલો પૈકી એક છે

એક જ દિવસમાં ઓપીડીમાં 171 દર્દીઓ તપાસ્યા
તેમણે રવિવારે મધ્યરાત્રિએ મુલાકાત લીધી, ત્યારે અહીં નવીન ક્યૂઆરટીમાં 51 સહિત 581 દર્દીઓ અને અટલાદરાની સહયોગી હોસ્પિટલ ખાતે 255 દર્દીઓ સારવાર હેઠળ હતા. રવિવારે અહીંની ઓપીડીમાં 171 દર્દીઓ તપાસવામાં આવ્યા હતા, જે પૈકી 52 દર્દીને ગોત્રીમાં અને અન્ય 41 ને સેટેલાઇટ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...