તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગેરકાયદેસર:સુમનદીપમાં ગેરકાયદે બાંધકામ વાળી જગ્યામાં જ કોવિડ સેન્ટર!

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાંધકામ તોડવા ગ્રામ પંચાયત દ્વારા સભા બોલાવાશે
  • 2005થી ગેરકાયદે બાંધકામ કરાતું હતું, તંત્રે આંખ આડા કાન કર્યાનો પંચાયત સભ્યોનો આક્ષેપ : હવે પંચાયતને માથે ઠીકરું ફોડવાનો પ્રયાસ

ગેરકાયદે બાંધકામની માપણી કરવા જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખ્યોસિટી રિપોર્ટર, સુમનદીપ વિદ્યાપીઠના 33,350 ચોરસ મીટર ગેરકાયદે બાંધકામમાં જ કોવિડ સેન્ટર આવેલું હોવાથી તેને તોડવા અંગે પંચાયત સામે પ્રશ્નો ઊભા થયા છે. ગેરકાયદે તોડવા માટે ગ્રામ પંચાયત દ્વારા સભા બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સભામાં સુમનદીપ વિદ્યાપીઠના સંચાલકોને પણ બોલાવવામાં આવશે. બીજી તરફ કલેક્ટર દ્વારા સુમનદીપ વિદ્યાપીઠનું ગેરકાયદે બાંધકામ તોડવાનો હુકમ કરાયા બાદ તેની જવાબદારી ગ્રામ પંચાયતને આપી દેવાતાં વિવાદ સર્જાયો છે.પીપળિયા ગ્રામ પંચાયતના સભ્યોના જણાવ્યા અનુસાર, વર્ષ 2005થી ગેરકાયદે બાંધકામ અંગે તંત્રને જાણ હતી. જ્યારે બાંધકામ થઈ રહ્યું હતું .

ત્યારે પણ તંત્ર નિદ્રાધીન હતું. જ્યારે લાંબા સમય બાદ કલેક્ટર દ્વારા ગેરકાયદે બાંધકામ તોડવાનો હુકમ કરાયો છે, પરંતુ તેની જવાબદારી ગ્રામ પંચાયતને આપી દીધી છે. હવે ગ્રામ પંચાયત પાસે બાંધકામ તોડવા માટે પૂરતી સુવિધા પણ નથી. જ્યારે પંચાયતનાં સૂત્રોના મતે તંત્રનાં મોટાં માથાઓ દ્વારા જાણી જોઈને ગ્રામ પંચાયતને આ કામગીરી સોંપી પોતાના માથાનો ભાર હળવો કરી દીધો છે. આ જ સુમનદીપ વિદ્યાપીઠના સત્તાધીશો સાથે તંત્રના કેટલાક મોટા અધિકારીઓની મિલિભગત પણ હતી. બીજી તરફ હવે ગ્રામ પંચાયત દ્વારા સભા બોલાવીને આ બાંધકામ કેવી રીતે તોડવું તેના પર અન્ય સભ્યોનો મત લેવામાં આવશે. આ મુદ્દે સભા તોફાની પણ બને તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે.

ઉલ્લેખનિય છે કે, શુક્રવારના રોજ ગેરકાયદે બાંધકામ તોડવા માટે નોટિસનો અંતિમ દિવસ હતો, પરંતુ સુમનદીપ વિદ્યાપીઠના સત્તાધીશો નોટિસને ઘોળીને પી ગયા હતા, જેથી હવે બાંધકામ તોડવાની સંપૂર્ણ જવાબદારી ગ્રામ પંચાયત પર આવી પડી છે. જોકે હજુ સુધી ગ્રામ પંચાયતને તે પણ ખબર નથી કે સુમનદીપ વિદ્યાપીઠનો કેટલો ભાગ તોડવાનો છે.

કોવિડ કેર સેન્ટરના દર્દીઓને અન્યત્ર ખસેડવા માટે તાકીદ

સુમનદીપ વિદ્યાપીઠના કેમ્પસમાં કોવિડ કેર સેન્ટર ઊભું કરાયું છે, જેમાં જે ભાગ ગેરકાયદે છે ત્યાં પણ દર્દીઓને રખાયા છે. કમિટી દ્વારા સુમનદીપ વિદ્યાપીઠને ગેરકાયદે બાંધકામવાળા ભાગમાં રાખવામાં આવેલા દર્દીઓને હટાવવા માટે પોતાની નોટિસમાં જણાવવામાં આવ્યું હતું. જોકે સૂત્રો અનુસાર વિદ્યાપીઠના સંચાલકો ટસના મસ થયા નથી. જ્યારે દર્દીઓને ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી છે કે કેમ તે પણ તપાસનો વિષય છે. બીજી તરફ હવે કમિટી દ્વારા કોવિડ કેર સેન્ટરનો ગેરકાયદે બાંધકામ ધરાવતો ભાગ કેવી રીતે તોડવો તે અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવશે. જોકે જિલ્લા પંચાયતના અધિકારીઓના મત મુજબ ગેરકાયદે બાંધકામ ઘણું મોટું હોવાથી તે એક દિવસમાં તૂટે તેવું નથી, પણ તોડી પડાશે તે નક્કી છે.

ગેરકાયદે બાંધકામની માપણી કરવા જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખ્યો

સુમનદીપ વિદ્યાપીઠનું ગેરકાયદે બાંધકામ તોડવા અંગે મંગળવારના રોજ ગ્રામ પંચાયતે સભા બોલાવી છે. જેમાં વિદ્યાપીઠના સંચાલકોને પણ બોલાવી તેમના કોઈ પ્રશ્નો હશે તે મૂકી શકશે. જ્યારે હવે ગેરકાયદે બાંધકામ તોડવા માટે બનાવેલી કમિટી દ્વારા કેટલો ભાગ તોડવાનો છે તેની માપણી કરવાની છે. જે માટે તાલુકા વિકાસ અધિકારીએ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખ્યો છે. માપણી કર્યા બાદ આ ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો