વડોદરા:ઇબ્રાહિમ બાવાની ITIમાં ચાલતા કોવિડ કેર સેન્ટરમાં ગંદકીના વીડિયો દર્દીઓએ વાઈરલ કર્યાં, સંચાલકે કહ્યું: સાફસફાઇ કર્યાં પહેલાના વીડિયો છે

વડોદરા3 વર્ષ પહેલા
  • વાઈરલ થયેલા વીડિયોમાં કોરોના વાઈરસના દર્દીઓની રૂમમાં ચારેય તરફ કચરો જોવા મળે છે
  • ઇબ્રાહિમ બાવાની ITIમાં સંચાલકે કહ્યું કે, કોવિડ કેર સેન્ટરમાં અમે સફાઇનું ખાસ ધ્યાન રાખીએ છીએ

વડોદરા શહેરમાં કોરોના વાઈરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 900ને પાર થઇ ગઇ છે, ત્યારે વડોદરાના આજવા રોડ આવેલી ઇબ્રાહિમ બાવાની આઇટીઆઇ સ્થિત કોવિડ કેર સેન્ટરની પોલ ખોલતા વીડિયો દર્દીઓએ વાઈરલ કર્યાં છે. જ્યાં કોરોના વાઈરસના દર્દીઓને રાખવામાં આવે છે. તે કોવિડ કેર સેન્ટરમાં અસહ્ય ગંદકી જોવા મળી રહી છે. દર્દીને રહેવાના રૂમમાં સાફ સફાઇ કરવામાં ન આવતી હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે અને રૂમમાં ચારેય તરફ કચરો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કોવિડ કેર સેન્ટરના બેડ પણ વ્યવસ્થિત નથી.
ઇબ્રાહિમ બાવાની આઇટીઆઇના સંચાલકે કહ્યું કે, કોવિડ કેર સેન્ટરના રૂમમાં સાફ સફાઇ કર્યાં પહેલાનો વીડિયો વાઈરલ થયો છે
વડોદરાના આજવા રોડ આવેલી ઇબ્રાહિમ બાવાની આઇટીઆઇના સંચાલક ઝુબેર ગોપલાણીએ જણાવ્યું હતું કે, અમારી આઇટીઆઇમાં ચાલતા કોવિડ કેર સેન્ટરના જે વીડિયો વાઈરલ થયા છે, તે વીડિયો સાફ સફાઇ કર્યાં પહેલાના વીડિયો છે. કોવિડ કેર સેન્ટરમાંથી જે દર્દીઓને રજા આપવામાં આવે છે, તેમનો સામાન તેઓને સાથે લઇ જવા દેવામાં આવતો નથી. તેમના ગયા પછી રૂમની સફાઇ કરવામાં આવે છે. જોકે વાઈરલ થયેલો વીડિયો સફાઇ કર્યાં પહેલાનો છે, અમે સફાઇનું ખાસ ધ્યાન રાખીએ છીએ. અત્યારે ઇબ્રાહિમ બાવાની આઇટીઆઇ સ્થિત કોવિડ કેર સેન્ટર 47 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...