તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Cousins Who Went To The Wedding In Ghoghamba Went Missing At Night, The Bodies Of Both Were Found Hanging On A Tree In The Morning, If One Was Handicapped, How Could He Climb A Tall Tree?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહસ્યમય આપઘાત:ઘોઘંબામાં લગ્નમાં ગયેલી પિતરાઇ બહેનો રાત્રે ગુમ થઇ, સવારે ઝાડ પર લટકતા બંનેના મૃતદેહ મળ્યા, એક તો વિકલાંગ હતી તો ઊંચા ઝાડ પર કેવી રીતે ચડી?

વડોદરા10 દિવસ પહેલા
ઝાડ પર ઓઢણીથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં પિતરાઇ બહેનોના મૃતદેહો મળી આવ્ય હતા
  • બહેનોની આત્મહત્યાની થિયરી પોલીસને ગળે ઉતરતી નથી, પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના લાલપુરી અને વરવાળા ગામની સીમમાં એરાલ અને ઝોઝ ગામની પિતરાઈ બહેનો સોમવારે મોડી રાત્રે એરાલ ગામમાં લગ્નમાંથી રહસ્યમય રીતે ગુમ થઇ ગઇ હતી અને આજે વહેલી સવારે અંધારી કોતર પાસે આવેલા કણજના ઝાડ પર ઓઢણીથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં બન્ને યુવતીઓના મૃતદેહો મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઇ છે.

પિતરાઇ બહેનોની હત્યા અને આત્મહત્યાના ઘેરાતા રહસ્યો
હત્યા અને આત્મહત્યાના ઘેરાતી આશંકાના રહસ્યો વચ્ચે રાજગઢ પોલીસે ઘટનામાં હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી છે અને બંને પિતરાઇ બહેનોના મૃતદેહોનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવીને યુવતીઓના મૃત્યુનું સાચુ કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

રાજગઢ પોલીસે ઘટનામાં હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી
રાજગઢ પોલીસે ઘટનામાં હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી

ઝાડ પર ઓઢણીથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં બન્નેના લટકતા મૃતદેહ મળ્યા
પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના એરાલ ગામે ખેતી કામ કરીને જીવન ગુજારતા અરવિંદભાઈ ગલુભાઈ રાઠવાની પુત્રી સોનલ ઉર્ફે પીનલ રાઠવા તેમજ તેની પિતરાઈ બહેન વર્ષાબેન રયજી નજરું રાઠવા (રહે.ઝોઝ) સોમવારે ઘોઘંબાના એરાલ નાયક ફળિયામાં લગ્ન મહાલવા માટે ગઈ હતી મોડી રાત સુધી ઘરે પરત ન આવતા પરિવારજનો શોધવા માટે નીકળ્યા હતા, પણ, બંનેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આજે સવારે ગામ નિસીમમાં અંધારી કોતર નજીક કણજના ઝાડ પર ઓઢણીથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં બન્નેના લટકતા મૃતદેહ મળી આવ્યા હતા. જેની જાણ થતાં મોટી સંખ્યામાં લોક ટોળા ઉમટી પડયા હતા.

બહેનોની આત્મહત્યાની થિયરી પોલીસને ગળે ઉતરતી નથી, પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે
બહેનોની આત્મહત્યાની થિયરી પોલીસને ગળે ઉતરતી નથી, પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે

એક બહેન બોડેલી કોલેજમાં અભ્યાસ કરતી હતી, બીજી ઘોઘંબાની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી
પોલીસને જાણ કરવામા આવતા રાજગઢ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને બન્નેના મૃતદેહ ઝાડ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. વર્ષા બોડેલી કોલેજમાં અભ્યાસ કરતી હતી જયારે સોનલ ઉર્ફે પીનલ ઘોઘંબાની વરીયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી.

ઝાડ પર ઓઢણીથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં બન્નેના લટકતા મૃતદેહ મળ્યા હતા
ઝાડ પર ઓઢણીથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં બન્નેના લટકતા મૃતદેહ મળ્યા હતા

બહેનોની આત્મહત્યાની થિયરી પોલીસને ગળે ઉતરતી નથી
બંને પિતરાઈ બહેનોએ એક સાથે ઊંચા ઝાડ પર ચડીને આત્મહત્યા કરી હોય તેવી થિયરી ગળે ઉતરે તેમ નથી. મૃતક વર્ષા પગે વિકલાંગ હતી, તો ઝાડ પર કેવી રીતે ચડી શકે જેવા સવાલોને લઇ રહસ્ય વધુ ઘેરું બનવા પામ્યું છે. બધા સવાલોના જવાબ મેળવવા પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
(અહેવાલઃ મક્સુદ મલિક, હાલોલ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો