તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટનો આદેશ:પાલિકામાં મહિલા ઇજનેરની ભરતી પર કોર્ટનો મનાઇ હુકમ

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા ઇજનેરનો કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરાયો હતો
  • ભરતી પ્રક્રિયા ન થાય તે માટે પિટિશન કરાઈ હતી

પાલિકામાં ઇજનેરોની ભરતી માટે અરજીઓ મગાવાઈ હતી. હવે આગામી દિવસોમાં તેના માટે લેખિત પરીક્ષા પણ લેવાનાર છે ત્યારે મહિલા કેટેગરીની પ્રક્રિયા પાલિકા હાથ ન ધરે તેવો કોર્ટે કામચલાઉ મનાઇ હુકમ આપ્યો છે. કોન્ટ્રાક્ટ ધોરણે ફરજ બજાવતા ઇજનેરો પૈકી એક મહિલાનો કોન્ટ્રાક્ટ પાલિકાએ રિન્યુ કર્યો ન હતો. આ મહિલા ઇજનેરે પાલિકામાં કાયમી થવા ઇજનેરોની ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો અને તેમાં અરજી પણ આપી હતી.

આ દરમિયાન આ મહિલા ઇજનેરનો કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરાયો હતો. કોન્ટ્રાક્ટમાંથી ટર્મિનેટ થયેલાં આ મહિલા ઇજનેરે કાનૂની લડત આપવાનો નિર્ણય કર્યો હતો. મહિલાએ ઇજનેરની પોસ્ટ માટે પાલિકા દ્વારા હાલમાં પ્રક્રિયા હાથ ન ધરાય તે માટે લડત આપી છે. કોર્ટે હાલમાં મહિલા ઇજનેરની ભરતીમાં કોઈ કાર્યવાહી પાલિકા ન કરે તે માટે સ્ટે આપ્યો છે. જેની બજવણી પાલિકાને થતાં મહિલા ઇજનેરની ભરતી પ્રક્રિયા પર પાલિકા કોઈ કાર્યવાહી કરી શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો