તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડમાં સંડોવાયેલા નોયલ ઉર્ફે નોવેલ પરેરાએ પોલીસની ધરપકડથી બચવા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. બંને પક્ષોની દલીલો બાદ અદાલતે જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો. ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડમાં મહારાષ્ટ્ર બોર્ડ ઓફ હાયર સેકેન્ડરી નામની સંસ્થાના સંચાલકે 5 હજાર જેટલા સર્ટિફિકેટનો વેપલો કર્યો હોવાનું સપાટી પર આવતા ક્યાં ક્યાં રાજ્યના કેટલા વિદ્યાર્થીઓએ આ બોગસ સર્ટિફિકેટનો ઉપયોગ કરી એડમિશન લીધુ છે તે અંગેની પોલીસે તપાસ શરૂ કરી છે.
એક મહિના પહેલા બોગસ માર્કશીટનુ કૌભાંડ ઝડપાયું હતું
વડોદરાની PCBની ટીમે 7 નવેમ્બરે ઝડપાયેલા સટ્ટોડિયાના મિત્ર નોયલ ઉર્ફે નોવેલ પરેરાએ મોબાઈલમાં મોકલેલા માર્કશીટના ફોટાના આધારે બોગસ માર્કશીટ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ ગુનામાં પોલીસે નોવેલ પરેરાના મિત્ર જીગર રમેશ ગોગરાને ઝડપી પાડી તેની પાસેથી માર્કશીટ જપ્ત કરી હતી. જેની ખરાઈ કરતા તે બોગસ હોવાનું સપાટી પર આવ્યું હતું. આ બનાવની તપાસમાં પોલીસે મહારાષ્ટ્ર બોર્ડ ઓફ હાયર સેકેન્ડરી નામની ખોટી સંસ્થા ઉભી કરનાર મહારાષ્ટ્રના ધુલીયા પ્રભાતનગરના દિલીપ નારાયણ મોહિતેને ઝડપી પાડ્યો હતો.
કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરી
નોયલ પરેરાએ કોઈપણ પરીક્ષા આપ્યા વગર 35 હજાર રૂપિયામાં ધોરણ-12ની માર્કશીટ અને સર્ટીફીકેટ મેળવ્યું હતું અને તેના આધારે એમ.એસ. યુનિવર્સિટી ખાતે એડમિશન લઈને અભ્યાસ શરૂ કર્યો હતો. આ ઉપરાંત નોયલએ અન્ય વિદ્યાર્થીઓને પણ માર્કશીટ તથા સર્ટીફિકેટો અપાવ્યા હોય તે દિશામાં પણ તપાસ ચાલુ છે, હાલમાં જામીન આપવામાં આવે તો તપાસને વિપરીત અસર થઇ શકે તેમ છે, તેવુ તપાસ અધિકારીનું સોગંદનામું તથા દલીલો ગ્રાહ્ય રાખી અરજદાર આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી.
કેટલા વિદ્યાર્થીઓએ એમ.એસ.યુનિ.માં અભ્યાસ કરીને નોકરી મેળવી તેની તપાસ શરૂ
ઉલ્લેખનીય છે કે, આ સિવાય કેટલા અન્ય વિદ્યાર્થીઓએ એમ.એસ.યુનિવર્સિટીમાં એડમિશન લઈને અભ્યાસ કર્યાં બાદ નોકરી મેળવી છે, તેની પણ પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.