તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂર:લાંચ કેસમાં સંડોવાયેલા છ આરોપીને અવાજના નમૂના આપવા કોર્ટનો આદેશ

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાંચિયા બાબુઓ તેમના અવાજના નમૂના આપવા તૈયાર થયા ન હતા
  • તપાસ અધિકારીને આરોપીઓના અવાજના નમૂનાઓ રેકોર્ડ કરવાનો અધિકાર

લાંચ કેસમાં નોંધાયેલી ચાર ફરિયાદના છ આરોપીઓને એસીબી દ્વારા કહેવામાં આવ્યું હોવા છતાં તેઓ અવાજના નમૂના અાપવા માટે ન અાવતાં અને અવાજના નમૂના આપવાનો ઇન્કાર કરતાં રાજ્ય સરકારે અદાલતમાં અલગ અલગ ચાર અરજી દાખલ કરી છ આરોપીના અવાજના નમૂના લેવા માટેની મંજૂરી માંગી હતી. ન્યાયાધીશે સરકાર તરફે દાખલ કરવામાં આવેલી આ ચાર અરજીઓ મંજૂર કરી હતી.

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ વર્ગ બેના અધિકારી સુરેશભાઇ સોલંકી સામે વર્ષ 2019માં એસીબીમાં ગુનો દાખલ થયો હતો અને ત્યાર બાદ તેમને એફએસએલમાં અવાજના નમૂના આપવા માટેનું જણાવવામાં આવતાં તેમણે અવાજના નમૂના આપવાનો ઇન્કાર કરી દીધો હતો. તો આજ રીતે મધ્યપ્રદેશ પોલીસમાં ફરજ બજાવતાં એસએસઆઇ શિવશંકર દીખીત અ્ને પોલીસ કોન્સ્ટેબલ દિપક ઘનશ્યામ ભાઇ નામના બન્ને આરોપીઓ સામે વર્ષ 2016માંએસીબીમાં ગુનો દાખલ થયા બાદ તેમણે પણ અવાજના નમૂનાઓ આપવાનો ઇન્કર કર્યો હતો.

એસીબીના કેસમાં સંડોવાયેલા આરોપી હસમુખલાલ ત્રિવેદી તેમજ અધિક મદદનીશ ઇજનેરની કચેરીના કર્મચારીઓ ગીરીશ શાહ અને રાજેશ મૈસુરીએ પણ એસીબીએ અવાજના નમૂના આપવા માટેનું જણાતાં તેમણે પણ અવાજના નમૂના આપ્યાં ન હતા. આમ, ચાર કેસના છ આરોપીઓ અવાજના નમૂનાઓ આપતાં ન હોય એ.સી.બી.ના અધિકારીએ સરકાર તરફે અદાલતમાં અરજી દાખલ કરી આરોપીઓના અવાજના નમૂના લેવા માટેની મંજૂરી માંગતી અરજી દાખલ કરી હતી.

આ અરજીની સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇ હાજર રહ્યાં હતા અને તેમણે રજૂઆત કરી હતી કે, તપાસ અધિકારીને આરોપીઓના અવાજના નમૂનાઓ રેકોર્ડ કરવાનો અધિકાર છે. બન્ને પક્ષે અદાલતમાં દલીલો પુરી થયા બાદ ન્યાયાધીશે સરકાર તરફે થયેલી અરજી મંજૂર કરીને આરોપીઓને બોલાવવામાં આવે ત્યારે અવાજના નમૂનાઓ આપવાનો આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...