તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:છૂટા કરાયેલા 9 કર્મીઓને પરત લેવાનો કોર્ટનો હુકમ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
એલેમ્બિક ગ્રૂપની શ્રેનો લિમિટેડ (ગ્લાસ ડિવિઝન) - Divya Bhaskar
એલેમ્બિક ગ્રૂપની શ્રેનો લિમિટેડ (ગ્લાસ ડિવિઝન)
 • એલેમ્બિક ગ્રૂપની શ્રેનો ગ્લાસે 150 કર્મીને છૂટા કર્યા હતા

એલેમ્બિક ગ્રૂપની શ્રેનો લિમિટેડ (ગ્લાસ ડિવિઝન)માં કામ કરતા 150 કર્મચારીઓની કંપની દ્વારા 1લી નવેમ્બરે સાગમટે છટણી કરાઇ હતી. આ છટણી બાદ ઔદ્યોગિક ન્યાયપંચમાં 9 કર્મચારીઓએ ફરિયાદ દાખલ કરી હતી. જોકે ન્યાયપંચે પ્રથમદર્શી રીતે કામદારોની છટણીના કારણો યોગ્ય નથી અને છટણના હુકમો વાજબી નથી એમ ઠરાવીને ફરિયાદોનો નિકાલ ન થાય ત્યાં સુધી નોકરી સંબંધી યથાવત્ સ્થિતિ જાળવી રાખવા હુકમ કર્યો છે. બરોડા લેબર યુનિયનના પ્રમુખ મૃગેન્દ્ર જાધવે જણાવ્યું હતું કે, કંપનીના મેનેજમેન્ટે આર્થિક નબળાઇ અને ઓછા ઓર્ડર્સના ખોટા કારણો બતાવીને 30 વર્ષની નોકરીવાળા કાયમી કામદારોને છૂટા કરાયા છે. બાકીના કામદારો પણ ન્યાયપંચ સમક્ષ ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો