તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસે કોંર્ટના દ્વાર ખખડાવ્યા:વડોદરામા વિપક્ષના પદ મુદ્દે કોર્ટે પાલિકાને નોટિસ આપીને ખુલાસો માગ્યો, પૂર્વ વિપક્ષી નેતાએ કહ્યું: 'ન્યાય મેળવવા કોર્ટમાં જવાની ફરજ પડી છે'

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા મહાનગરપાલિકાની કચેરી(ફાઇલ તસવીર) - Divya Bhaskar
વડોદરા મહાનગરપાલિકાની કચેરી(ફાઇલ તસવીર)
  • શાસકો સત્તાના જોરે મનમાની કરી રહ્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

વડોદરા મહાનગરપાલિકાના સત્તાધારી ભાજપ દ્વારા વિપક્ષનું પદ રદ કરીને પાલિકાને કોંગ્રેસ મુક્ત કરી દીધું છે. ત્યારે વિપક્ષનું પદ મેળવવા માટે કોંગ્રેસે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કોર્ટે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી રીટને માન્ય રાખી પાલિકાને નોટિસ પાઠવી છે અને વિરોધ પક્ષનું પદ રદ કેમ કરવામાં આવ્યું છે, તે અંગે જવાબ રજૂ કરવા માટે જણાવ્યું છે.

પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે અદાલતના દ્વાર ખખડાવ્યા
ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 76 બેઠકોમાંથી માત્ર 7 બેઠકો ઉપર કોંગ્રેસ જીતી હતી, જેથી શાસકોએ વડોદરા મહાનગરપાલિકામાં વિપક્ષ તરીકેનું પદ માન્ય નહીં રાખી તમામ સુવિધાઓ બંધ કરી હતી. આ મુદ્દે પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે અદાલતના દ્વાર ખખડાવ્યા હતા. દરમિયાન અદાલતે પાલિકાને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા આદેશ આપતા કોર્પોરેશનમાં ચર્ચાનો વિષય બન્યો છે.

કોંગ્રેસને વિપક્ષ તરીકેનો દરજ્જો આપી શકાય નહીં તેવી ભાજપે દરખાસ્ત કરી હતી
કોર્પોરેશનની ચૂંટણી બાદ ભાજપે રજૂ કરેલી દરખાસ્તમાં જણાવાયું હતું કે, સેકન્ડ લાર્જેસ્ટ પક્ષ કે, જેના વિજેતા ઉમેદવારોની સંખ્યા કુલ બેઠકોની સંખ્યાના 10 ટકાથી વધુ અને હાલની સંખ્યાના અનુપાતમાં ઓછામાં ઓછી આઠ બેઠક હોય તે પક્ષ અને વિપક્ષ તરીકે માન્યતા અપાશે અને તે પક્ષના નેતાને વિપક્ષના નેતા તરીકેની સુવિધા આપવામાં આવશે. કોંગ્રેસનું પુરતું સંખ્યાબળ ન હોવાથી વિપક્ષ તરીકેનો દરજ્જો આપી શકાય નહીં અને તે સાથે કોઇ સુવિધા આપી શકાય નહીં.

ભૂતકાળમાં ભાજપ પાસે માત્ર 2 બેઠક હતી, ત્યારે વિપક્ષના નેતાનો દરજ્જો અપાયો હતો
આ અંગે પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે હાલમાં સાત બેઠકો છે. ભૂતકાળમાં ભાજપ પાસે માત્ર 2 બેઠક હતી, ત્યારે પણ વિરોધ પક્ષના નેતાનો દરજ્જો અપાયો હતો. શાસકો સત્તાના જોરે મનમાની કરી રહ્યા છે. વિપક્ષ તરીકે અમને નહીં સ્વીકારતા ન્યાય મેળવવા અમારે કોર્ટમાં જવાની ફરજ પડી છે. રાજકોટમાં કોંગ્રેસની માત્ર ચાર બેઠક આવી હોવા છતાં વિપક્ષનો દરજ્જો આપવામાં આવ્યો છે. ક્યારે વડોદરામાં સાત બેઠકો આવી હોવા છતાં વિપક્ષનો દરજ્જો આપવામાં આવ્યો નથી. કાયદાની વાત કરીએ તો કાયદામાં માત્ર વડોદરાના પ્રથમ નાગરિક એટલે કે મેયર ને જ સુવિધા આપવાની જોગવાઈ છે. તો પછી ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક નેતાને આપેલી મોબાઈલ કાર સહિતની સુવિધાઓ પણ ગેરકાયદેસર છે. તે પણ બંધ કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...