દુષ્કર્મ કેસ:વડોદરાના પાદરાની યુવતી પર દુષ્કર્મના આરોપી પૂર્વ કોર્પોરેટરના વધુ બે દિવસના રિમાન્ડ કોર્ટ મંજૂર કર્યાં

વડોદરા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પૂર્વ કોર્પોરેટર, APMCના પૂર્વ ડિરેક્ટર અને બૂટલેગર ભાવેશ પટેલના વધુ બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યાં - Divya Bhaskar
પૂર્વ કોર્પોરેટર, APMCના પૂર્વ ડિરેક્ટર અને બૂટલેગર ભાવેશ પટેલના વધુ બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યાં
  • આ પહેલા પણ કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા

વડોદરાના પાદરા દુષ્કર્મ કેસમાં ફરાર રહેલા આરોપી પૂર્વ કોર્પોરેટર, APMCના પૂર્વ ડિરેક્ટર અને બૂટલેગર ભાવેશ પટેલના વધુ બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યાં છે. આ પહેલા પણ કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. પરંતુ રિમાન્ડ પૂર્ણ થતાં આજે આરોપીને ફરીથી કોર્ટમાં રજૂ કરાયો હતો.

ફાર્મહાઉસમાં દારુ અને નોનવેજની પાર્ટી યોજી હતી
વડોદરા શહેર નજીક પાદરા ગામે રહેતી 25 વર્ષીય યુવતી વૈશાલી પટેલ( નામ બદલ્યું છે) વડોદરાના ખાનગી મોલમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 26 એપ્રિલના રોજ તેના મિત્ર શિવમ ગાંધીએ ફોન કરી જણાવ્યું હતું કે રાત્રે સોખડા ગામે આવેલા ભૂમિત અતિમભાઈ પટેલના ફાર્મહાઉસ ઉપર દારૂ અને નોનવેજની પાર્ટી રાખી છે, જેથી આપણે બધા મિત્રો ભેગા થવાના છે. વાત જાણ્યા બાદ વૈશાલી પાર્ટીમાં જવા રાજી થઈ હતી અને યુવતી નોકરી પરથી છૂટીને પોતાનું એક્ટિવા લઇને સોખડા ફાર્મ પર પહોંચી હતી.

ફાર્મહાઉસ બહાર પોલીસ આવતાં યુવતી ગભરાઈ ગઈ
પાર્ટીમાં શિવમ હરીશભાઇ ગાંધી, ભૂમિત અમિતભાઈ પટેલ, ભૂમિતના પિતા-અમિતભાઈ અંબાલાલ પટેલ, ભૂમિતની માતા-નીમાબેન અમિતભાઈ પટેલ, ભૂમિતની પત્ની-ડીંકી પટેલ તથા વૈશાલીનો મિત્ર નીલ વસંતભાઇ પટેલ ઉપસ્થિત હતાં. એ પૈકી શિવમ, ભૂમિત તથા નીલ દારૂનો નશો કરી ઊંઘી ગયા હતા. દરમિયાન રાત્રે 11 વાગ્યાના સુમારે પોલીસની ગાડી પેટ્રોલિંગમાં આવીને ફાર્મની નજીક ઊભી રહેતાં ફાર્મહાઉસમાં ચાલતી દારૂની પાર્ટીથી ગભરાયેલી વૈશાલી બચવા માટે અન્ય ખેતરમાં દોડી ગઈ હતી અને મદદ માટે તેના મિત્રોને ફોન કરતાં રાત્રે 12 વાગ્યે વૈશાલીની મદદ માટે ફોર્ચ્યુનર કાર લઈ પાદરાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ ઉર્ફે લાલુ ચંદ્રકાંત પટેલ(રહે, ઓધવભુલાની ખડકી, પાદરા, વડોદરા ) આવી પહોંચ્યો હતો. તેની કારમાં આવેલા પૃથ્વી પટેલ તથા ગૌરી સોની ફાર્મહાઉસમાં રોકાઈ ગયા હતા.

પૂર્વ કોર્પોરેટરે કહ્યુંઃ તું બધા સાથે શરીર સંબંધ બાંધે છે, તો મારી સાથે કેમ નહીં
ભાવેશ વૈશાલી સાથે કારમાં પરત પાદરા જવા નીકળ્યો હતો. એ સમયે ભાવેશે અંતરિયાળ રસ્તા ઉપર કાર ઊભી રાખતાં વૈશાલીને અજુગતું થવાની શંકા જતાં તેના મિત્રોને ફોન કરી જણાવ્યું હતું, જેથી ઉશ્કેરાયેલા ભાવેશે જણાવ્યું હતું કે તને મારા પર ભરોસો નહીં ને હવે હું તારી સાથે શારીરિક સંબંધ બાંધીને જ રહીશ અને કાર બિલ તરફ લઈ જઇ ચાલુ કારમાં છાતીના ભાગે અડપલાં કરી તું બધા સાથે શરીર સંબંધ બાંધે છે, તો મારી સાથે કેમ નહીં તેમ કહી છાતીના ભાગે મુક્કો માર્યો હતો.

પૂર્વ કોર્પોરેટરે યુવતી સાથે બળાત્કાર કર્યો
દરમિયાન ગાડી ઊભી રાખી વૈશાલીને નિર્વસ્ત્ર કરીને બળાત્કાર કર્યો હતો. જોકે એ સમયે યુવતીના મિત્રએ ફોન કરી પોલીસ ફરિયાદની વાત કરતાં ગભરાયેલો ભાવેશ વૈશાલીને પરત પાદરા મૂકી નાસી છૂટ્યો હતો. ભાવેશ માથાભારે હોવાથી વૈશાલીએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું, પરંતુ મિત્રએ હિંમત આપતાં યુવતીએ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ આરોપીને ફાર્મહાઉસમાં પણ લઇ ગઇ હતી
ત્યારબાદ પોલીસની અલગ-અલગ ટીમો મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં આરોપીને શોધવા માટે ગઇ હતી. આ દરમિયાન વડોદરા એલસીબીએ આરોપી ભાવેશ પટેલને જયપુરથી ઝડપી પાડ્યો હતો. ભાવેશ પટેલની ધરપકડ કરવામાં આવ્યાં બાદ મંગળવારે દુષ્કર્મ કેસનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. જે સ્થળે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ત્યાં તેમજ સોખડાખુર્દ ગામમાં જ્યાં દારૂ અને નોનવેજની પાર્ટી થઈ હતી તે ફાર્મમાં પણ આરોપીને લઇ જવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...