તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા PI પત્ની ગુમ કેસ:સ્વીટીના ગુમ થયા બાદ કોઈ સગડ ન મળતાં PI દેસાઈનો નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ કરવા કોર્ટે મંજૂરી આપી

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્વીટી પટેલના ગુમ થવા મુદ્દે પોલીસે PI દેસાઈના ટેસ્ટ માટે કોર્ટમાં કરેલી અરજી મંજૂર કરવામાં આવી છે. - Divya Bhaskar
સ્વીટી પટેલના ગુમ થવા મુદ્દે પોલીસે PI દેસાઈના ટેસ્ટ માટે કોર્ટમાં કરેલી અરજી મંજૂર કરવામાં આવી છે.
  • પોલીસની ટીમો છેલ્લા 6 દિવસથી દહેજ પંથકનાં ગામોમાં સર્ચ ઓપરેશન કરી રહી છે
  • પોલીસે કરેલી અરજીને કરજણ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવતાં હવે PI દેસાઈના ટેસ્ટ થશે

વડોદરા જિલ્લા SOGના પીઆઇ એ.એ.દેસાઈનાં પત્નીના ગુમ થવાના ચકચારી પ્રકરણમાં પીઆઇ એ.એ. દેસાઇનો નાર્કો ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ કરવા માટે કરજણ કોર્ટે મંજૂરી આપી દીધી છે. આગામી દિવસોમાં પીઆઇના બંને ટેસ્ટ કરવામાં આવશે. બીજી બાજુ પોલીસની ટીમો છેલ્લા 6 દિવસથી દહેજ પંથકનાં ગામોમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. આજે પણ સર્ચની કામગીરી ચાલુ રહી હતી. પરંતુ, પોલીસને ગુમ થયેલી સ્વીટી પટેલના કોઇ સગડ મળ્યાં નથી.મહત્વપૂર્ણ છે કે, અગાઉ પણ પોલીસે PI દેસાઈના સીડીએસ ટેસ્ટ કર્યા હતાં.

હાડકાંને એફએસએલમાં તપાસમાં મોકલાયાં
પોલીસને દહેજ પાસેના અટાલી ગામ નજીક 3 માળના અવાવરું મકાનમાંથી તથા તેની પાછળના ભાગમાંથી સળગેલી હાલતમાં કેટલાક હાડકાં મળ્યા હતા. જેને તપાસ માટે સુરત એફએસએલમાં તપાસ મોકલ્યા છે. આ હાડકા માનવ શરીરના હોવાની પોલીસને આશંકા છે. પોલીસે તત્કાલિક એફએસએલને બોલાવીને હાડકા તપાસ માટે મોકલ્યા છે. બીજી તરફ હાડકા મળી આવ્યા બાદ પોલીસ દ્વારા સ્વીટના પતિ એ.એ.દેસાઇના મોબાઈલ લોકેશનની તપાસ કરતા તે દિવસે એ.એ. દેસાઇનું મોબાઈલ લોકેશન અટાલી પાસે મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે હાડકાંની તપાસનો રિપોર્ટ આજે આવ્યો નહતો. પોલીસ આ રિપોર્ટની આતુરતાથી રાહ જોઈ રહી છે.

પોલીસ દ્વારા સ્મશાન ગૃહમાં પણ તપાસ હાથ ધરવામાં આવે છ.ે
પોલીસ દ્વારા સ્મશાન ગૃહમાં પણ તપાસ હાથ ધરવામાં આવે છ.ે

5 જૂનથી સ્વીટી ગુમ છે
નોધનિય છે કે, વડોદરા જિલ્લાના કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતા વડોદરા જિલ્લા SOG પીઆઇ એ.એ. દેસાઇનાં પત્ની સ્વીટી મહેન્દ્રભાઇ પટેલ(ઉં.વ.37) ગત 5 જૂનની રાત્રે 1 વાગ્યાથી સવારે 8:30 વાગ્યાના અરસામાં ઘર છોડીને જતાં રહ્યાં હતાં. એક મહિના પછી પણ સ્વીટી પટેલની ભાળ ન મળતાં વડોદરા જિલ્લા પોલીસે શોધખોળ શરૂ કરી હતી. વડોદરા જિલ્લા પોલીસ દહેજ અને તેની આસપાસનાં ગામોમાં છેલ્લા 6 દિવસથી સર્ચ ઓપરેશન કરી રહી છે.

સ્વીટી પટેલની ભાળ મેળવવા માટે અગાઉ પણ PI દેસાઈના સીડીએસ રિપોર્ટ કરવામાં આવ્યાં છે.
સ્વીટી પટેલની ભાળ મેળવવા માટે અગાઉ પણ PI દેસાઈના સીડીએસ રિપોર્ટ કરવામાં આવ્યાં છે.

સ્વીટીનો કોઈ પત્તો નથી
ભારે ચકચાર જગાવી ચૂકેલા આ કેસમાં સ્વીટી પટેલના ગુમ થયાના 37 દિવસ થઈ ચૂક્યાં છે. વડોદરા જિલ્લા એસ.ઓ.જી. પી.આઇ. એ.એ. દેસાઇની પત્ની સ્વીટી પટેલને શોધવા માટે જિલ્લા પોલીસ આકાશ-પાતાળ એક કરી રહી છે. પરંતુ, સ્વીટી પટેલનો કોઇ પત્તો મળ્યો નથી. પોલીસે ગુજરાતની વિવિધ હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવેલી બિનવારસી 17 ડેડ બોડીની તપાસ કરી છે, પરંતુ, તે તમામ ડેડ બોડીઓ અન્ય કોઇ વ્યક્તિની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસ દ્વારા સ્વીટી પટેલને શોધવા માટે ભારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા સ્વીટી પટેલને શોધવા માટે ભારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

PIના સીડીએસ ટેસ્ટ કરાયા છે
સ્વીટીના પતિ પી.આઇ. પતિ એ.એ. દેસાઇના ચાર સીડીએસ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે ટેસ્ટના રિપોર્ટની રાહ પોલીસ જોઇ રહી છે. રિપોર્ટ આવ્યા બાદ કોઇ કડી મળે તેવી પોલીસને આશા છે. દરમિયાન આજે કોર્ટે સ્વીટી પટેલના પીઆઇ પતિ એ.એ. દેસાઇનો નાર્કો ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ કરવા કોર્ટે મંજૂરી આપતા, આગામી દિવસોમાં તેઓના બંને ટેસ્ટ કરવામાં આવશે, તેમ ડિ.વાય.એસ.પી. કલ્પેશ સોલંકીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...