તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહિ:બૂટલેગર લાલુ સિંધીએ મોકલેલા દારૂ-બિયર સાથે દંપતીની અટક

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અણખોલમાં ગુરુવારે રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો
  • 3.76 લાખનો મુદ્દામાલ કબજે: લાલુ અને તેના 3 પંટર સામે ગુનો દાખલ

અણખોલમાં મકાનમાં દારૂ-બિયરનો જથ્થો છુપાવી વેચાણ કરતા દંપતીને સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યું હતું. પોલીસે દારૂ સહિતનો 3.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બૂટલેગર લાલુ સિંધીના પંટર મુકેશે તેના ડ્રાઇવર મારફતે દંપતીને દારૂ-બિયર મોકલ્યો હોવાનું બહાર આવતાં લાલુ સિંધી સહિત 5 સામે ગુનો નોંધી તપાસ આદરી હતી.

સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, વડોદરા પાસે અણખોલ ગામમાં રહેતા દિનેશ પાટણવાડિયા અને તેની પત્ની આનંદી પાછળના મકાનમાં દારૂ રાખીને વેચાણ કરે છે. જેના શનિવારે સાંજે પોલીસે દરોડો પાડી દિનેશ પાટણવાડિયા અને તેની પત્ની આનંદીને ઝડપી લીધાં હતાં. પોલીસે તપાસ કરતાં મકાનમાં દારૂ-બીયરનો જથ્થો મળ્યો હતો. દિનેશની મકાનની પાછળની ઓરડીમાંથી દારૂ-બિયરના બોક્સ કબજે કર્યા હતા.

દિનેશની પૂછપરછમાં તેણે જણાવ્યું કે, તેની પત્ની આનંદીએ વડોદરાના બૂટલેગર લાલુ સિંધીના પંટર મુકેશને ફોન કરી દારૂ મગાવતા તેનો ડ્રાઈવર ગાડીમાં દારૂનો જથ્થો આપી ગયો હતો. દારૂ-બિયર તથા ટેટ્રાપેકના 2383 પાઉચ કિંમત 3.59 લાખ મળીને 3.76 લાખનો મુદ્દામાલ કબજે કરી લાલુ સિંધી, મુકેશ અને તેના ડ્રાઇવરની સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...