તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેર છોડી કુદરતના ખોળે વસવાટ:વડોદરામાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં કલાનું પ્રશિક્ષણ મેળવ્યા બાદ દંપતીએ નર્મદાના કિનારે રહેઠાણ બનાવ્યું, કેળા અને પપૈયાની ખેતી કરે છે

વડોદરા3 મહિનો પહેલા
કોટેશ્વર દંપતીએ શહેરી ઝાઝકમાળ છોડીને ચાણોદ-માંડવાના નર્મદા કાંઠે ખેતરમાં રહેવાનું પસંદ કર્યું છે
  • દંપતી કહે છે કે, જેમણે વતનના ગામના ઘર-ખેતર છોડ્યા છે, તેઓ જાણે કે મૂળિયાં વગરના માણસ થઈ ગયાં છે

વડોદરાની પ્રતિષ્ઠિત ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં કલાનું પ્રશિક્ષણ મેળવ્યા બાદ શહેરમાં વસવાટ કરીને પોતાની કલાને વ્યવસાય સાથે કલા ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરવાને બદલે કાનન કોટેશ્વર દંપતીએ શહેરી ઝાઝકમાળ છોડીને ચાણોદ-માંડવાના નર્મદા કાંઠે ખેતરમાં રહેવાનું પસંદ કર્યું છે. તેઓ ખડખડ વહેતી નર્મદા નદીના કુદરતી સાંનિધ્યમાં કલ્પનાના મેઘધનુષને કલાકૃતિઓમાં કંડારી રહ્યા છે અને તેની સાથે પોતાના પરિવારની કેળા અને પપૈયા જેવી ખેતી પણ સંભાળી રહ્યા છે. કલાને ખેતી સાથે જોડીને જાણે કે, તેઓ તેમના દામ્પત્યને અને જીવનને શણગારી રહ્યાં છે.

અમે કોરોનાથી ડરીને નહીં પણ પોતાની પસંદગીથી કુદરતના ખોળે વસવાટ કર્યો
કાનન કોટેશ્વર કહે છે કે, અમે કોરોનાથી ડરીને નહીં પણ પોતાની પસંદગીથી કુદરતના ખોળે વસવાટ કર્યો છે, જ્યારે ચંદ્રશેખર કોટેશ્વર કહે છે કે, જેમણે વતનના ગામના ઘર-ખેતર છોડ્યા છે, તેઓ જાણે કે મૂળિયાં વગરના માણસ થઈ ગયાં છે.

પોતાના પરિવારની કેળા અને પપૈયા જેવી ખેતી પણ સંભાળી રહ્યા છે
પોતાના પરિવારની કેળા અને પપૈયા જેવી ખેતી પણ સંભાળી રહ્યા છે

ગ્રીન બેરિઝ વેરાયટીના રસ મધુરા પપૈયા અને કેળાની ખેતી કરે છે
વડોદરાની ફાઇન આર્ટ્સ કોલેજમાંથી કલાનો અભ્યાસ કર્યા બાદ ચંદ્રશેખર કોટેશ્વર અને તેમના પત્ની કાનન કોટેશ્વર કલા સર્જન કરવાની સાથે ગ્રીન બેરિઝ વેરાયટીના રસ મધુરા પપૈયા અને કેળાની ખેતીની દેખભાળ કરી રહ્યાં છે. આ અત્યંત મીઠાં પપૈયા હોય છે, જોકે, શહેરના બજારથી દૂર હોવાથી પાણીના ભાવે વેચવા પડે ત્યારે દુઃખ થાય છે. સાથે રોજીંદી જરૂરની શાકભાજી ઉછેરી આત્મ નિર્ભરતા કેળવી રહ્યાં છે.

ચંદ્રશેખર સ્કલ્પટર એટલે કે શિલ્પી છે. તેઓ આર્ટની સાથે વિવિધ પ્રકારના કલા માધ્યમોમાં કામ કરે છે
ચંદ્રશેખર સ્કલ્પટર એટલે કે શિલ્પી છે. તેઓ આર્ટની સાથે વિવિધ પ્રકારના કલા માધ્યમોમાં કામ કરે છે

ચંદ્રશેખર સ્કલ્પટર એટલે કે શિલ્પી છે
કાનન કહે છે કે, મારું પહેલું કલા પ્રદર્શન વનસ્પતિના લીલા સૂકા પાંદડાઓ પર મેં ખૂબ નાજુકાઈથી કરેલા ભરતકામ જેને કદાચ લીફ એમ્બ્રોઈડરી કહી શકાય એવી કલાકૃતિઓનું કર્યું હતું. જેને પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો હતો. ચંદ્રશેખર સ્કલ્પટર એટલે કે શિલ્પી છે. તેઓ આર્ટની સાથે વિવિધ પ્રકારના કલા માધ્યમોમાં કામ કરે છે અને આર્ટ એક્ઝિબિશનમાં તેને પ્રદર્શિત કરે છે. હાલમાં જોકે, કોરોનાને લીધે આ આયોજનોમાં ઓટ આવી છે. ઓનલાઇન પ્રદર્શનો યોજાય છે, પણ એમાં લાઈવ જેવી રંગત નથી.

કલાને ખેતી સાથે જોડીને જાણે કે, તેઓ તેમના દામ્પત્યને અને જીવનને શણગારી રહ્યાં છે.
કલાને ખેતી સાથે જોડીને જાણે કે, તેઓ તેમના દામ્પત્યને અને જીવનને શણગારી રહ્યાં છે.

દંપતીએ મળીને કેક્ટસ એટલે કે થોરનું સૌંદર્ય ઉજાગર કરતા ટાઈલ્સ મ્યુરલની રચના કરી
સ્ટેચ્યૂ ઓફ યુનિટી સંલગ્ન આકર્ષણોના ભાગરૂપે કેવડિયામાં સરદાર સરોવર ડેમ નજીક અત્યંત દર્શનીય કેક્ટસ પાર્ક બનાવવામાં આવ્યો છે. ત્યાં આ દંપતીએ સાથે મળીને કેક્ટસ એટલે કે થોરનું સૌંદર્ય ઉજાગર કરતા ટાઈલ્સ મ્યુરલની નયનરમ્ય રચના કરી છે. રંગબેરંગી મોટી ટાઈલ્સ ભાંગીને એના રંગીન ટુકડાઓમાં જાણે કે, કેક્ટસ ઊગ્યા હોય એવું કલાત્મક સર્જન કર્યું છે. આ ઉપરાંત તેઓએ અમદાવાદના કોનફ્લિક્ટોરિયમ મ્યુઝિયમ માટે લાકડાની કલાકૃતિઓ બનાવી છે. ખેતરના ખોળે જાણે કે કલાનો પાક આ લોકો ઉગાડે છે.

દંપતી કહે છે કે, જેમણે વતનના ગામના ઘર-ખેતર છોડ્યા છે, તેઓ જાણે કે મૂળિયાં વગરના માણસ થઈ ગયાં છે
દંપતી કહે છે કે, જેમણે વતનના ગામના ઘર-ખેતર છોડ્યા છે, તેઓ જાણે કે મૂળિયાં વગરના માણસ થઈ ગયાં છે

શક્ય તેટલાં વધુ વૃક્ષો ઉછેરીવાની દંપતીની અપીલ
તેમના ખેતર નજીક નર્મદાના કોતરો આવેલા છે. જ્યાં વિપુલ પ્રમાણમાં વૃક્ષો અને ઝાડીઓ છે. અવિચારી લોકો તે આડેધડ કાપે ત્યારે આ દંપતી ખૂબ દુઃખ અનુભવે છે. હાલમાં ઓક્સિજનની વિપદા સહુ અનુભવી રહ્યાં છે, ત્યારે વૃક્ષો સાચવીએ અને શક્ય તેટલાં વધુ વૃક્ષો ઉછેરીએ તેવી કોટેશ્વર દંપતીએ અપીલ કરી છે.

વડોદરામાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં કલાનું પ્રશિક્ષણ મેળવ્યા બાદ દંપતીએ નર્મદાના કિનારે રહેઠાણ બનાવ્યું છે
વડોદરામાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં કલાનું પ્રશિક્ષણ મેળવ્યા બાદ દંપતીએ નર્મદાના કિનારે રહેઠાણ બનાવ્યું છે

દંપતીનું કુદરતના ખોળા તરફનું પ્રયાણ એક નવી દિશા સૂચવે છે
મૂળે ખેડૂત પુત્રી કાનનને ઝાડ, નદી, છોડ અને ખેતરો સાથે લગાવ રહ્યો છે. અલગારી ચંદ્રશેખરને કુદરતમાં જે કલા દેખાય છે એને સર્જનથી સાકાર કરે છે. આજે શહેર ભલે ઝાકારો આપે તો પણ લોકો શહેર તરફ દોટ મૂકી રહ્યાં છે, ત્યારે આ દંપતીનું કુદરતના ખોળા તરફનું પ્રયાણ એક નવી દિશા સૂચવે છે. આ કોરોનાના ડરથી થયેલું પલાયન નથી, પરંતુ, પ્રકૃતિ પ્રત્યેના પ્રેમથી થયેલું બેક ટુ નેચર પુનરાગમન છે.

ખડખડ વહેતી નર્મદા નદીના કુદરતી સાંનિધ્યમાં કલ્પનાના મેઘધનુષને કલાકૃતિઓમાં કંડારી રહ્યા છે
ખડખડ વહેતી નર્મદા નદીના કુદરતી સાંનિધ્યમાં કલ્પનાના મેઘધનુષને કલાકૃતિઓમાં કંડારી રહ્યા છે
દંપતીએ મળીને કેક્ટસ એટલે કે થોરનું સૌંદર્ય ઉજાગર કરતા ટાઈલ્સ મ્યુરલની રચના કરી
દંપતીએ મળીને કેક્ટસ એટલે કે થોરનું સૌંદર્ય ઉજાગર કરતા ટાઈલ્સ મ્યુરલની રચના કરી
અન્ય સમાચારો પણ છે...